Wednesday, Oct 29, 2025

આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી, સદ્દભાગ્યે કોઈ મુસાફરને ઈજા નહીં

1 Min Read
  • ઉત્તર પ્રદેશના આગ્રામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે આગ્રા રેલ્વે વિભાગમાં ભોપાલથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનના કોચના કાચ તૂટી ગયા હતા.

રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર આગ્રા રેલ્વે ડિવિઝનના મનિયા અને જાજૌ સ્ટેશનો વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી અને સી-૦૭ કોચની સીટ નંબર ૧૩-૧૪ની બારીના કાચ તૂટી ગયા હતા. માહિતી મળતા જ રેલવેની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ્રા રેલ્વે ડિવિઝનના પીઆરઓ પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. તમને જણાવી દઈએ કે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ભોપાલથી નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે ચાલતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article