Sunday, Sep 14, 2025

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં યાત્રિક ભવનનું અમિત શાહના હસ્તે લોકાર્પણ

2 Min Read

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં પહેલાં હાઇટેક ભોજનાલય અને પછી કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી મૂર્તિના નજરાણા બાદ હવે હનુમાનજી મંદિર પરિસરની બાજુમાં 200 કરોડથી વધુના ખર્ચે 1000થી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 20 વિઘામાં પથરાયેલાં પતંગિયા જેવી ડિઝાઈવાળા આ યાત્રિક ભવનમાં એકસાથે 5 હજારથી વધુ લોકો આરામથી રહી શકશે. આ રાજમહેલ જેવી ડિઝાઈનવાળા ગોપાળાનંદ યાત્રિક ભવન ભલભલી હોટલને ટક્કર આપે એવું છે.

ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું, કહ્યુંઃ અહીં યુગ-યુગ સુધી લોકોને આશરો ...

સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કરશે. 500 AC અને 300 નોન AC રૂમ, 5 સર્વન્ટ હોલ, 14 સ્ટોર રૂમની વ્યવસ્થા છે. આ ઉપરાંત બિલ્ડિંગમાં 400 AC રૂમ દીઠ ભાડુ 1500 રૂપિયા અને 300 નોન AC રૂમ 600 રૂપિયા છે. આ ઉપરાંત સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં 200 કરોડ થી વધુના ખર્ચે યાત્રિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે. બિલ્ડીંગનું 9, 00, 000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ આ બિલ્ડીંગ 340 કોલમ પર ઊભું કરાયું છે.

આખા ભવનમાં કુલ 18 લિફ્ટ જેમાં 10 હાઈસ્પીડ લિફ્ટ, 4 એલિવેટર અને 2 મીટરના 6 દાદરા હશે. દરેક ફ્લોર પર અલગ-અલગ સાઇઝના કુલ 96 રૂમ હશે. આ ઉપરાંત સર્વન્ટ રૂમ સહિત 40 સ્યૂટ બનાવાશે. દરેક ફ્લોર પર વેઇટિંગ એરિયા હશે, જેમાં એકસાથે 100થી વધુ લોકો સામાન સાથે બેસી શકશે. એટલુ જ નહીં એકસાથે 2500 કાર, 1000 ટુ-વ્હીલર અને 50 બસનું વિશાળ પાર્કિંગ તેમજ બે હેલિપેડની પણ સુવિધા. મશીન દ્વારા સતત સફાઈ તેમજ લોન્ડ્રીની પણ સુવિધા.

આ પણ વાંચો :-

Share This Article