Friday, Oct 24, 2025

ઉત્તરપ્રદેશમાં ‘લવ જેહાદ’ પર થશે આજીવન કેદની સજા

2 Min Read

યુપીની યોગી સરકારે લવ જેહાદને લઈને કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવે લવ જેહાદના કેસમાં આજીવન કેદની સજા કરવામાં આવશે. તેવામાં યોગી સરકારે આજે ગૃહમાં આ મામલે અંગે બિલ રજૂ કર્યું હતું. ગૃહમાં રજૂ કરાયેલા બીલમાં લવ જેહાદ કેસને લઈને કેટલાક ગુનાની સજા બમણી કરવાની સાથે નવા ગુનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરવા માટે કરાતા ફંડિંગને કાયદાકિય રીતે અપરાધના દાયરામાં લાવવાની તૈયારી છે. ઉલ્લેખનીય છે કે, 2020માં યોગી સરકાર દ્વારા લવ જેહાદને લઈને પહેલો કાયદો બનાવવામાં આવ્યો હતો, ત્યારે આ કાયદાને વધુ કડક બનાવવા માટે બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને આજે ગૃહમાં પસાર કરવાની તૈયારી છે.

યોગી આદિત્યનાથ સામે મોદી-શાહ ઘુંટણીએ, નહીં બદલાય યુપી સીએમ-સુત્રો | Modi-Shah defeated Yogi Adityanath? UP CM will not change - Gujarati Oneindia

યુપી સરકારે અગાઉ વિધાનસભામાં ધર્મ પરિવર્તન નિષેધ બિલ 2021 પસાર કર્યું હતું. આ બિલમાં 1 થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ હતી. આ વિધેયક હેઠળ માત્ર લગ્ન માટે કરવામાં આવેલ ધર્મ પરિવર્તન અમાન્ય ગણાશે. જૂઠું બોલીને કે છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન ગુનો ગણાશે. સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં, મેજિસ્ટ્રેટને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. ખરડા મુજબ બળજબરીથી અથવા છેતરપિંડીથી ધર્માંતરણ કરવા બદલ 1-5 વર્ષની જેલની સજા સાથે 15,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી. જો દલિત યુવતી સાથે આવું થાય તો 3-10 વર્ષની જેલની સજા સાથે 25,000 રૂપિયાના દંડની જોગવાઈ હતી.

તમને જણાવી દઈએ કે, લવ જેહાદ અંગે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ પણ જણાવવામાં આવ્યું છે કે ધર્મ પરિવર્તનને લઈને કાયદો બનાવવો એ રાજ્ય સરકારની બાબત છે. જેમાં આ પ્રકારના કાયદાને લઈને રાજ્ય સરકારે જ નિર્ણય કરવાનો હોય.

આ પણ વાંચો :-

Share This Article