ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે ૫ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડમાં સવા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.
હવામાન વિભાગે જાહેર કરેલા આગાહી પ્રમાણે આજે ૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-