Saturday, Sep 13, 2025

રિલ્સ બનાવવાની ઘેલછામાં યુવતીએ કાર ૧૬૦ની સ્પીડે ચલાવી, વીડિયો પણ કર્યો શેર

2 Min Read
  • અમદાવાદમાં થયેલા ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના હજુ સુધી લોકો ભૂલ્યા નથી. ત્યારે રીલ્સના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકનારના એક બાદ એક વીડિયો સામે આવે છે.

રીલ્સના ચક્કરમાં લોકોના જીવ જોખમમાં મૂકનારના એક બાદ એક વીડિયો સામે આવે છે. બીજી તરફ ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશાની હાલતમાં નબીરાઓ વાહન ચલાવતા ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સુરતથી સામે આવ્યો છે. જેમાં યુવતીએ રિલ્સ બનાવવાની ઘેલછામાં ગાડી ૧૬૦ની સ્પીડ પર ચલાવતી હતી અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે તે સામે આવ્યું નથી.

સુરતમાં જોખમી રીતે હંકારતી હાઈ સ્પીડ ગાડીનો વિડીયો વાયરલ થયો છે. જન્નત મીર નામની યુવતીએ ૧૬૦ની સ્પીડમાં કાર ચલાવતી હોવાનો વીડિયો જન્નત મીર નામની આ યુવતીએ ઈન્સ્ટા આઈડી પર અપલોડ કર્યો હતો. અને ઈન્સ્ટા આઈડી મા પ્રેસ આલ મીડિયા કાઉન્સલીંગ વાઈસ પ્રેસિડેન્ટ વુમન વિન્ગ લખ્યું છે. ૧૬૦ ની સ્પીડમાં ચાલતી આ કાર જો અકસ્માત સર્જે તો તથ્ય પટેલની ઘટના પણ પાછળ રહી જાય.

નબીરાઓની સાથે સાથે હવે યુવતીઓને પણ રિલ્સ બનાવવાની ઘેલછા એટલી હદ સુધી વધી ગઈ છે કે તેનો એક ઉદાહરણ સુરતની આ યુવતી દ્વારા સામે આવ્યું છે. જેમાં એક યુવતી ૧૬૦ની સ્પીડ પર ગાડી ચલાવતી હોય તેવું જોવા મળે છે. રીલ્સમાં લાઈક મેળવવા લોકોના જીવ જોખમમાં મૂકનારને પોલીસ પાઠ ભણાવશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :-

Share This Article