Wednesday, Nov 5, 2025

સુરતમાં વિધિના નામે મહિલા સાથે આચર્યુ કુકર્મ, નરાધમ ભૂવાની ધરપકડ

2 Min Read

અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે એક હૈયું હચમચાવી નાખે તેવી ઘટના સુરતના કાપોદ્રામાંથી સામે આવી હતી. સુરતના કાપોદ્રામાં ધતિંગબાજ ભૂવાએ દુષ્કર્મ આચર્યું હતુ. વિધિના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. અમરેલીથી નરાધમ ભૂવો કાપોદ્રા આવીને આ કૃત્ય આચર્યું હતુ. 19 જાન્યુઆરીએ ભૂવો પીડિતાના ઘરે રોકાયો હતો. ત્યારે ભૂવાએ દંપતીને અન્ય રુમમાં બેસાડી મંત્રજાપ કર્યા હતા. ત્યારબાદ પીડિતા પર વિધિના નામે દુષ્કર્મ ગુજાર્યું હતુ. ફરિયાદને આધારે નરાધમ ભૂવાની ધરપકડ કરવામાં આવી છે.

કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણિતા ઘરકામ કરીને પરિવારને મદદ રૂપ થાય છે. અમરેલી ખાતે રહેતા તેના પતિના દુરના સંબંધી ભરત કડવા કુંજડિયા ભૂવો છે. તા.19મી જાન્યુઆરીએ ભૂવો ભરત સુરત આવ્યો હતો અને પરિણિતાના ઘરે રોકાયો હતો. તા. 21મી જાન્યુઆરીએ ભરત પરિણિતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીનાં ઘરે ગયો હતો. રાત્રે પરત આવતી વખતે ભુવા ભરતે તેમની પાસે ફુલ અને વિધી માટે કેટલોક સમાન લેવડાવ્યા હતો. રાત્રે નવેક વાગ્યાના અરસામાં જમીને પરિણિતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા અને વાતો કરતા હતા ત્યારે અચાનક ભૂવા ભરતે કહ્યું હતું તમારો યોગ પાક્યો છે જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન માંગ્યો હતો.

આ સામાન આપતા ભૂવાએ દંપતિને અન્ય રૂમમાં બેસાડ્યા હતા. જ્યાં અંધારૂ કરી દીધું હતું અને દિવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણિતાના આંખ પર રૂદ્રાક્ષ અડાવી તેણી ભૂવાના વશમાં આવી ગઈ હતી. ત્યારબાદ ભુવાએ દંપતિને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું. બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરિણિતાએ ભૂવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી. જેથી તાત્કાલિક ભૂવા ભરતને ફોન કરતા તેણે આવું કઇ કરેલ નથી તેમ કહ્યું હતું અને બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો.આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભૂવાએ પહેલા તેણે આવું કંઈ કર્યુ ન હોવાનું કહ્યું હતું. જ્યારે પરિણિતાના સંબંધીએ સુરત આવવા દબાણ કરતા તા.7મી માર્ચના રોજ તે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી.

Share This Article