Saturday, Sep 13, 2025

ધરમપુરમાં રિક્ષાના બ્રેકફેલ થતા અકસ્માત સર્જાયો, ૨ મુસાફરના મોત, ૮ને ઈજાગ્રસ્ત

2 Min Read

રાજ્યમાં માર્ગ અકસ્માતની સંખ્યા સતત વધતી જાય છે. વાહન ચલાવવામાં બેદરકારી, વાહનમાં ખામી, ખરાબ રસ્તા સહિતના અનેક કારણો માર્ગ અકસ્માત પાછળ જવાબદાર છે. માર્ગ અકસ્માત ના થાય તે માટે તો ઘણી સલાહ આપવામાં આવે છે, પરંતુ વર્તમાનમાં વધતા કિસ્સાઓ પરથી જણાઈ રહ્યું છે જે આ પગલાઓ કેટલાંક કિસ્સાઓમાં વ્યર્થ સાબિત થઈ રહ્યાં છે. ફરી એક કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વલસાડથી સામે આવી છે. ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી છે.

ધરમપુરના રાજપુરી જંગલ ગામે રિક્ષા પલટી મારી નાંખતા ૧૧ મુસાફરો ભરેલી રિક્ષા ૧૦ ફુટ ખાડામાં ખાબકી ગઈ હતી. જેમ રિક્ષાએ પલટી મારતા ૨ મુસાફરના કમકમાટી ભર્યા મોત થયા છે. જેમાં ૮ મુસાફરોને ગંભીરઈજા થઈ છે. ઢાળ ઉતરતી વખતે બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. અત્રે જણાવીએ કે, ઘાયલ મુસાફરોને ધરમપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

રાજ્યમાં રોડ અકસ્માતની વધુ એક ધટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જયો હતો. સાંઢીયા પુલ નજીક પુરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલી એક્ટિવા પર બેઠેલી મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. મહિલાને અડફેટે લીધા બાદ કાર ડિવાઈડર સાથે ટકરાઈ અને બાદ પલટી મારી હતી. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

આ પણ વાંચો :-

Share This Article