સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કારચાલક એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. રસ્તા પર ચાલતા જઈ રહેલા ત્રણ બાળકો, એક મહિલા અને એક પુરુષને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નારાયણનગર ખાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રે નારાયણનગર વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પર ઇકો કારચાલકે એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ચાલકે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક પરિવારને અને પાર્કિંગની જગ્યા પર ઉભા રહેલા લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેમાં ૩ નાના બાળકો એક મહિલા અને એક પુરુષ મળી ૫ વ્યક્તિઓને ઉડાવી ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટના સ્થળ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.
સીસીટી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સર્વિસ રોડ પર જઈ રહેલા અને ઉભેલા લોકોને ઇકો કારચાલક કચડીને ચાલવા માંડ્યો હતો. જેમાં એક મહિલા, ત્રણ બાળકો, એક પુરુષને ઇકો કારચાલક દ્વારા કચડી આરામથી ફરાર થઈ જતો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી છતાં કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેમાંથી પુરુષને પગમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમની પુત્રીને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરી છે. જ્યારે બાકીના બે બાળકો અને મહિલાને સામાન્ય જ ઇજાઓ પહોંચી છે. હાલ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાત્રિના સમયે જ અકસ્માત કરનાર કારચાલક રૂપેશ દતુભાઈ પોલેકરને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો :-
- હવે વાવાઝોડું ‘મિચોંગ’ મચાવશે તબાહી! જાણો આ રાજ્યો ભારે વરસાદની આગાહી
- ઈન્દિરા ગાંધીના અંગરક્ષકની નાવી પાર્ટીએ વડીલોને અરીસો બતાવ્યો !