Saturday, Sep 13, 2025

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે મહત્વના અપડેટ, ચાર મહિના બંધ રહેશે ગીર જંગલના દરવાજા

2 Min Read

Important update for Gujaratis

  • Lion Vacation In Gir Forest : સાસણ ગીર જંગલ સફારી ૪ મહિના માટે બંધ થશે. ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી સિંહોનું શરૂ થશે વેકેશન. દેવળિયા પાર્ક અને આંબરડી સફારી પાર્ક ખુલ્લું રહેશે.

ગીરના જંગલના દરવાજા બંધ કરવાનો સમય આવી ગયો છે. કારણ કે હવે ગીરના રાજા વેકેશનમાં જશે. દર વર્ષે ચાર મહિના દરમિયાન ગીરમાં સિંહોનું વેકેશન પડે છે. એટલે કે ગીરના દરવાજા ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. આ ચાર મહિના દરમિયાન જંગલમાં માત્ર સિંહોનુ રાજ હોય છે, કોઈ પ્રવાસી પણ ફરકી શક્તો નથી. ત્યારે આ વર્ષે ૧૬ જૂનથી ગીરમાં સિંહોનુ વેકેશન પડવાનું છે.

ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓ (Wildlife) નો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે ૧૬ જુનથી પ્રવાસીઓ સિંહના દર્શન (Gir Forest) નહિ કરી શકે.

વન વિભાગ દ્વારા જણાવાયુ કે ૧૬ જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થશે. પ્રવાસીઓ માટે ૪ મહિના સફારી રૂટ બંધ થશે. ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી ગીરમાં સિંહોનું વેકેશન પડશે. સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો ચોમાસામાં સંવનન કાળ હોઈ જંગલના દરવાજા પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે.

ફરવામાં હવે ૧૫ દિવસ બાકી :

જો તમને ગીરના જંગલમાં ફરવુ હોય તો તમારી પાસે હવે માત્ર ૧૫ દિવસ બાકી રહ્યા છે. કારણ કે ૧૬ જૂનથી જંગલ બંધ થઈ જશે. સાસણ-ગિરનાર જંગલ સફારી ૧૫ દિવસ બાદ ચાર માસ માટે બંધ થશે. ચાર મહિના બાદ જ્યારે આ વેકેશન સમય પૂર્ણ થાય છે. ત્યારે દિવાળીના સમય દરમિયાન સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

Share This Article