Friday, Nov 7, 2025

ભારત અને બાંગ્લાદેશની પુણેમાં મહત્વની મેચ, કારણ છેલ્લી ૪ વનડેમાં ૩ વાર જીતી ચૂક્યું છે મેચ

2 Min Read

વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતીય ટીમ આજે પુણેમાં મેદાન પર ઉતરશે. ટીમનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. પુણેમાં આ મુકાબલો બપોરે ૨ વાગ્યાથી શરૂ થશે. આ વર્લ્ડ કપમાં હાલમાં બે મેચોમાં મોટો ફેરફાર થયા છે. ભારત સામે પાછલી ચાર મેચોમાં બેંગ્લાદેશનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. આ બન્ને વાતો ધ્યાનમાં રાખતા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ આ મેચમાં કોઈ જોખમ લેવાથી બચવા માંગશે.

બાંગ્લાદેશે છેલ્લી ચાર વનડેમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે. જેમાં હાલમાં જ રમાયેલી એશિયા કપની મેચ પણ શામેલ છે. જ્યાં તેણે ભારતીય ટીમને છ રનોથી હરાવી હતી. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાની સામે ક્રમશઃ અફઘાનિસ્તાન અને નેધરલેન્ડની જીત બાદ ભારત કોઈ પણ ટીમને હલકામાં લેવાથી બચવા માંગશે.

બેટિંગને લઈને કેપ્ટન રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખવા માંગશે. જ્યારે શુભમન ગિલ અને વિરાટ કોહલી મોટો સ્કોર બનાવી શકે છે. રોહિત છેલ્લી બે મેચોમાં પાકિસ્તાન સામે ૮૬ અને અફઘાનિસ્તાન સામે ૧૩૧ રનોની શાનદાર ઈનિંગ રમીને દબદબો બનાવ્યો જેનાથી ભારતે સરળતાથી લક્ષ્ય રન બનાવી લીધા.

પાકિસ્તાન સામે કોહલીએ સારૂ પ્રદર્શન ન કર્યું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ૮૫ અને અફઘાનિસ્તાન સામે અણનમ ૫૫ હાફ સેન્ચુરીથી તેમણે લય યથાવત રાખ્યો છે. શ્રેયસ અય્યરે પાકિસ્તાન સામે અણનમ હાફ સેન્ચુરી મારીને ભારતીય બેટિંગને વધારે મજબૂત કરી.

આ પણ વાંચો :-

Share This Article