Saturday, Sep 13, 2025

જો તમારા પણ ફોનમાં છે આ Setting ? તો લીક થઈ શકે છે તમારું લોકેશન, આ રીતે તુરંત કરી લો ઑફ

3 Min Read

If you also have this setting

  • ઘણી વખત તમારા ફોટો શેર કરવાથી લોકેશનનો દુરઉપયોગ પણ થઈ શકે છે. હવે પ્રશ્ન થશે કે શું ફોટા પરથી તમારુ લોકેશન લીક થઈ શકે છે.

સેલ્ફી (Selfie) હોય કે ગ્રુપ ફોટો (Group photo) દરેક પ્રસંગ કે કાર્યક્રમમાં ફોટો ક્લિક કરે છે. ખાસ કરીને સ્માર્ટફોન્સમાં ફ્રંટ કેમેરો આવ્યા બાદ તો સેલ્ફી અને ફોટોઝ ક્લિક કરવાનું ચલણ ખૂબ જ વધ્યુ છે. પરંતુ તેનો દુરઉપયોગ ના થાય તેની પણ ઘણી વખત ચિંતા થાય છે જેટલુ સોશિયલ મીડિયાનો (Social media) વિકાસ થયો છે. તેટલુ ફ્રોડના કેસમાં (Fraud cases) પણ વધારો થયો છે.

મોટાભાગે લોકો પ્રસંગ કે ક્યાંક ફરવા ગયા હોય અને તરત જ ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. ઘણી વખત તમારા ફોટો શેર કરવાથી લોકેશનનો દુરઉપયોગ પણ થઇ શકે છે. હવે પ્રશ્ન થશે કે શું ફોટા પરથી તમારુ લોકેશન લીક થઈ શકે છે. એટલે કે કોઈ જાણી શકે છે કે તમારુ લોકેશન ક્યુ છે?

આ પ્રશ્નનો જવાબ તમારા ફોનના સેટિંગ પર આધાર રાખે છે. જો તમે ફોનના કેમેરાને લોકેશનની પરમિશન આપી રાખી હશે તો તમારુ લોકેશન સરળતાથી કોઈ પણ જાણી શકે છે.

અહીં તમે વિચારી રહ્યાં હશો કે ફોટોથી કોઈ વ્યક્તિ લોકેશન કેવી રીતે જાણી શકાય. પરંતુ તે જાણવા માટે અનેક પદ્ધતિ છે.

1. પહેલી રીત જેમાં તમે Pic2Map.com આ વેબસાઈટ પર જઇને કોઇપણ ફોટોનું લોકેશન જાણી શકો છો. તે માટે તમારે આ વેબસાઈટ પર જવુ પડશે અને આ ફોટોને અપલોડ કરશો અને તરત જ તમને લોકેશનની જાણ થઇ જશે.

2. બીજી રીતમાં કોઇ ફોટાના પ્રોપર્ટી દ્વારા. જી, હાં ફોટોની પ્રોપર્ટીમાં લોન્ગિટ્યૂડ લાટીટ્યૂડ આપવામાં આવ્યો હોય છે. તેને ગૂગલ પર સર્ચ કરીને ફોટો લોકેશન જાણી શકાય છે.

ઉલ્લેખનીય છે કે જો તમે આનાથી બચવા ઇચ્છો છો તો તેનો રસ્તો પણ છે. જો તમે લોકેશનને હાઇડ રાખવા માંગો છો તો કેમેરાની પરમિશન રિમૂવ કરી દો. આ ઓપ્શનને તમારા ફોન સેટિંગમાં એપ્સમાં જઇને રિમૂવ કરો.

તે માટે તમારે સેટિંગમાં જવુ પડશે. પછી લોકેશન સર્ચ કરો. અહીં તમને એપ પરમિશનનું ઓપ્શન મળશે. હવે તમે કેમેરાની લોકેશન અહીંથી રિમૂવ કરી શકો છો.

આ પણ વાંચો :-

Share This Article