સરદાર પટેલ સેવા દળની આગેવાની સુરતના પાસોદરા ખાતે સર્વ સમાજની બેઠક મળી હતી. કમિટીની રચના બાદ ૧૮૨ ધારાસભ્ય અને ૨૬ સાંસદોને કમિટી રૂબરૂ મળી લવ મેરેજના કાયદા સુધારા અંગે રજૂઆત કરશે. નિકાલ નહિ આવે તો સર્વ સમાજને સાથે રાખીને સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી.
સરદાર પટેલ સેવા દળ, એસ.પી.જી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પ્રમુખ દ્વારા થોડા મહિના અગાઉ લવ મેરેજ એક્ટ માં સુધારા કરવામાં આવે તે પ્રકારની રજુઆત કરવામાં આવી છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદ માં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરતના પાસોદરા ખાતે સર્વે સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી. SPG ગૃપ દ્વારા ચિંતન શિબિરમાં પાટીદાર સમાજ સહિત અનેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
SPG ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, કરણી સેનાના રાજ સેખાવત સહિત ૩૨ જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચિંતન બેઠક મુખ્યત્વે પ્રેમ લગ્નને લઈ ૪ જેટલા મુદ્દાઓ સરકાર સમક્ષ રજૂ કર્યા છે. જેમાં જે તે ગામમાં સ્થળે જ લગ્ન નોંધણી, લગ્ન નોંધણીમાં જે તે પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ખાસ પ્રેમ લગ્નમાં માતા પિતાની ફરજીયાત સહી માટે માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-