Saturday, Dec 13, 2025

‘હું બધાની માફી માગું છું…’, મેસી કાર્યક્રમમાં અવ્યવસ્થા પર મમતા બેનર્જીની નારાજગી

1 Min Read

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સાલ્ટ લેક સ્ટેડિયમમાં અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ ખુદ હજારો ખેલપ્રેમીઓ અને પ્રશંસકો સાથે પોતાના મનપસંદ ફૂટબૉલર લિયોનલ મેસીની એક ઝલક મેળવવા માટે કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહ્યા હતા. પરંતુ ત્યાં જે અવ્યવસ્થા જોવા મળી, તેણે તેમને સ્તબ્ધ કરી દીધા.

મુખ્યમંત્રીએ લિયોનલ મેસી અને તમામ ખેલપ્રેમીઓની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે સાર્વજનિક રૂપે માફી માંગી છે. તેમણે કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને આનાથી રાજ્યની છબીને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની રચના સેવાનિવૃત્ત જસ્ટિસ આશીમ કુમાર રેની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્ય સચિવ અને ગૃહ તેમજ પર્વતીય મામલાના અધિક મુખ્ય સચિવને સભ્ય બનાવવામાં આવ્યા છે.

સમિતિની જવાબદારી
તપાસ સમિતિને આખા ઘટનાક્રમની વિસ્તૃત તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન થતા અટકાવવા માટે જરૂરી સૂચન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ એકવાર ફરી તમામ ખેલપ્રેમીઓની માફી માંગતા વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કર્યો કે, તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share This Article