Tuesday, May 26, 2026

Honorના 3 ધમાકેદાર 5G સ્માર્ટફોન લોન્ચ, 8000mAh બેટરી અને ટ્રિપલ કેમેરાથી બજારમાં મચાવી ધૂમ

5 Min Read

ઓનર કંપનીએ ચીનમાં 3 નવા સ્માર્ટફોન ઓનર 600 સુપર એડિશન, Honor 600 Vitality Edition અને ઓનર 600 પ્રો લોન્ચ કર્યા છે. ઓનર 600 સીરિઝ સ્માર્ટફોનમાં 200 એમપી લેન્સ સાથે ટ્રિપર રિયર કેમેરા સેટઅપ, પાવરફુલ પ્રોસેસર, 8000mAh સુધીની બેટરી અને IP66 રેટિંગ જેવા ફીચર્સ આવે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓનર 600 સુપર 5G સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ

Honor 600 Super Edition સ્પેસિફિકેશન
ઓનર 600 સુપર એડિશન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે. જેમા 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેમાં 8000nits સુધી પીક બ્રાઇટનેસ, 1800nits HBM બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ આપી છે. ફોનના બેઝલ્સ માત્ર 0.98mm છે, જેનાથી ફોનનો ફ્રન્ટ લુક ઘણું પ્રીમિયમ દેખાય છે.

ઓનર 600 સુપર એડિશન ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 4 પ્રોસેસર આવે છે, તેની સાથે Honor E2 Energy Efficiency Enhancement Chip પર આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ MagicOS 10 પર કામ કરે છે.

ફોટોગ્રાફી માટે ઓનર 600 સુપર એડિશન ફોનમાં 200MP નો સેમસંગ પ્રાયમરી કેમેરા આપ્યો છે, જે મોટો 1/1.4 ઇંચ સેન્સર અને OIS સપોર્ટ કરે છે. તેની સાથે 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા છે, જે 30x ડિજિટલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા મળે છે.

ઓનર 600 Super Edition ફોનની સૌથી મોટી ખાસિયત 8600mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જેમા ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, IR Blaster, NFC, Wi-Fi 6, Bluetooth 5.4, AI Button અને USB 2.0 જેવા ફીચર્સ આવે છે. આ સ્માર્ટફોનને IP69K, IP69, IP68 અને IP66 રેટિંગ મળ્યું છે.

Honor 600 Super Edition કિંમત
ઓનર 600 સુપર એડિશન ફોનના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,299 (લગભગ 46,237 રૂપિયા) છે. તો 12GB + 512GB વેરિયન્ટની કિંમત CNY 3,699 (લગભગ 51,844 રૂપિયા) છે.

Honor 600 Vitality Edition સ્પેસિફિકેશન
ઓનર 600 Vitality Edition ફોનમાં 6.57 ઇંચની 1.5K LTPS Flat OLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 8000nits પીક બ્રાઇટનેસ અને 3840Hz PWM ડિમિંગ સપોર્ટ કરે છે. તેમા સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર અને MagicOS 10 આપ્યું છે. આ ફોનમાં 50MP OIS પ્રાયમરી કેમેરા અને 12MP અલ્ટ્રાવાઇડ કેમેરા આવેછે. તો સેલ્ફી અને વીડિયો કોલ માટે 50MP નો ફ્રન્ટ કેમેરા આવે છે. આ ફોનમાં 7000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

ઓનર 600 Vitality Edition ફોનને વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP69K, IP69, IP68, IP66 રેટિંગ મળ્યું છે. આ ફોનમાં 3D અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર, NFC, IR Blaster અને Wi-Fi 6 જેવા ફીચર્સ આપ્યા છે.

Honor 600 Vitality Edition કિંમત
કિંમતની વાત કરીયે તો ઓનર 600 Vitality Edition ફોનના 8GB રેમ + 256GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 2,699 (લગભગ 37,827 રૂપિયા) છે. તો 12GB રેમ + 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત CNY 3,399 (લગભગ 47,638 રૂપિયા) છે. આ સ્માર્ટફોન ગુડ લક ઓરેન્જ, Vitality White અને Obsidian બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

Honor 600 Pro 5G સ્પેસિફિકેશન
ઓનર 600 Pro ફોનમાં 2728 x 1264 પિક્સલ રિઝોલ્યુશન વાળી 6.57 ઇંચની AMOLED 1.5K ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રશ રેટ, 3840Hz PWM ડિમિંગ અને 8000nits પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. તેમા મીડિયાટેક Dimensity 8550 Elite ઓક્ટા કોર પ્રોસેસર છે, જે 2.2 ગીગાહર્ટઝ થી લઇ 3.4 ગીગાહર્ટઝ સુધીની ક્લોક સ્પીડ પર રન કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાફિક્સ માટે આ 5G ફોનમાં Mali G720 MC8 GPU છે, તેમા Snapdragon 8 Elite Gen 4 ચિપસેટ આપી છે.

ઓરન 600 પ્રો 5જી ફોનમાં 8000mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં F/1.9 અપર્ચર વાળો 200MP OIS કેમેરો છે, જે F/2.8 અપર્ચર વાળા 50 મેગાપિક્સલperiscope telephoto અને F/2.2 અપર્ચર વાળા 12 મેગાપિક્સલ ઓલ્ટ્રાવાઇડ એંગલ લેન્સ સાથે મળીને કામ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનમાં 50 એમપીનો ફ્રન્ટ કેમેરો આપ્યો છે.

Honor 600 Pro 5G કિંમત
ઓન 600 પ્રો 5G ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરાયો છે. જેમા 12GB RAM + 256GB Storage સ્ટોરેજની કિંમત 3899 યુઆન (લગભગ 54,650 રૂપિયા0 છે. તો 12GB + 512GB વેરિયન્ટ 4299 યુઆન (લગભગ 60,200 રૂપિયા) તેમજ ટોપ વેરિયન્ટ 16GB RAM + 512GB Storage સાથે 4699 યુઆન (લગભગ 65,799 રૂપિયા) માં ખરીદી શકાય છે.

Share This Article