ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આગામી 2 જૂન સુધી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાવાઝોડું, વીજળી અને ભારે પવનને લઈને ચેતવણી જાહેર કરી છે. દક્ષિણ ભારત, પશ્ચિમી તટ, પૂર્વ-ઉત્તર ભારત, પૂર્વ અને મધ્ય ભારત તેમજ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં સાથે ગુજરાતમાં તેની અસર જોવા મળશે.
કેટલાક વિસ્તારોમાં લૂ (હીટવેવ) નો પણ ખતરો યથાવત છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં 28 મેથી 2 જૂન દરમિયાન વરસાદ, વીજળી અને 70 કિમી/ પ્રતિ કલાક સુધીની ઝડપે તોફાની પવન ફૂંકાવાનું અનુમાન છે. હિમાચલ પ્રદેશમાં 27 અને 28 મે ના રોજ કરા પડવાની સંભાવના છે. ઉત્તરાખંડમાં 28 મેથી 2 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાન અને જમ્મુના કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ લૂ (હીટવેવ) ની ચેતવણી પણ આપવામાં આવી છે.
આગામી સાત દિવસ સુધી પૂર્વ-ઉત્તર રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. મિઝોરમ, આસામ અને મેઘાલય (29-30 મે) માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને વિદર્ભમાં 31 મે સુધી વરસાદ અને વાવાઝોડાનું અનુમાન છે. 29 મે ના રોજ અતિભારે વરસાદ ખાબકી શકે છે, પશ્ચિમ બંગાળમાં 29-30 મે ના રોજ વરસાદની સંભાવના છે.