Friday, Nov 7, 2025

સુરતમાં દશેરાના ફાફડા જલેબી વેચાય તે પહેલા આરોગ્ય વિભાગના દરોડા

1 Min Read

સુરતમાં ફરસાણ વેપારીઓની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમોએ દરોડા પાડ્યા છે. સુરતના ૮ ઝોનમાં અલગ-અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ફાફડા, જલેબી, તેલ અને ચટણીઓ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા છે. આવતીકાલ માટે મોટા પ્રમાણમાં વેપારીઓએ ફરસાણનો સ્ટોક જમાં કર્યો છે. મિલાવટ અને વારંવારના ઉપયોગમાં લેવાયેલા તેલને લઇ ચેકિંગ હાથ ધરાયું છે.

ખાણીપીણીના શોખીન સુરતીઓ આવતીકાલે દશેરાના દિવસે ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ પણ ઝાપટી જશે. સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય છે ત્યારે કેટલાક લે ભાગુ વેપારીઓ ભેળસેળ કરતા હોય આવા વેપારીઓ સામે પાલિકાના આરોગ્ય વિભાગ એ શહેરની વિવિધ ફાફડા અને જલેબી નું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.

પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.  તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીન નો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો :-

 

Share This Article