આમીર ખાનના પુત્રની ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઇકોર્ટે આપ્યો સ્ટે

Share this story

‘મહારાજ’ ફિલ્મની રિલીઝ પર હંગામી સ્ટે લાગ્યો છે. આમીર ખાનના દિકરા જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ છે ‘મહારાજ’. ‘લીબેલ કેસ ૧૮૬૨’ પર ફિલ્મ આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી છે. ૧૮ જૂન સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ આપ્યો છે.

Maharaj film: 'મહારાજ'ની રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે આ તારીખ સુધી રોક લગાવી, જાણો શું છે વિવાદ - મુંબઈ સમાચાર

ઉલ્લેખનીય છે કે આ મામલે આઠ પિટિશનરોનું પ્રતિનિધિત્વ દ્વારા હાઇકોર્ટમાં આ પીટીશન કરવામાં આવી. ભગવાન કૃષ્ણના ભક્તો અને વલ્લભાચાર્યના અનુયાયીઓ વતી દાખલ કરેલી અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દેખીતી રીતે ‘મહારાજ બદનક્ષી કેસ ૧૮૬૨’ પર આધારિત આ ફિલ્મ છે. જે ફિલ્મમાં દર્શાવવામાં આવેલ દ્રશ્યોથી જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી પુરી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે. સાથે જ અરજદારોએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે હિંદુ ધર્મની નિંદા અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર નિંદાકારક ટિપ્પણી કરવામાં આવી છે.

સૌરભ શાહ લિખિત પુસ્તક ‘મહારાજ‘ પર આધારિત આ જ નામની ફિલ્મને લઈને ઘણા સમયથી ઉત્તેજના ચાલી રહી છે. આ ફિલ્મ માત્ર મોટા પડદા માટે જ બનાવવામાં આવી હતી, પરંતુ આખરે જ્યારે ફિલ્મ તૈયાર થઈ ત્યારે તેના નિર્માતા યશ રાજ ફિલ્મ્સ અને આ ફિલ્મથી કેમેરાની સામે ડેબ્યૂ કરી રહેલા જુનૈદ ખાનના પિતા આમિર ખાને આખી ફિલ્મ જોઈ. બંનેએ તેને થિયેટરોમાં રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો. ફિલ્મમાં, જુનૈદ ખાન કરસન દાસનું પાત્ર ભજવે છે, એક વૈષ્ણવ જે વિસ્તારના સૌથી મોટા મઠના મહારાજાને તેના દુષ્કૃત્યોને કારણે કોર્ટમાં ખેંચે છે.

આમિરના પુત્ર જુનૈદની વધુ એક ફિલ્મ અભિનેત્રી સાઈ પલ્લવી સાથે શરૂ થઈ છે અને આમિર પણ અનૌપચારિક મીટિંગમાં લોકોને તેના ગીતો ગાતો રહ્યો છે. યશરાજ ફિલ્મ સ્ટુડિયોમાં બનેલા થિયેટરમાં ગઈ કાલે ‘મહારાજ‘ ફિલ્મનો પ્રેસ શો યોજાયો હતો અને મુંબઈના ઘણા ફિલ્મ વિવેચકોએ પણ આ ફિલ્મ જોઈ હતી. શુક્રવારે બપોરે ૧૨:૩૦ સુધી ફિલ્મના રિવ્યુ લખવા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે આ રિવ્યુનું પ્રકાશન અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે યશ રાજ ફિલ્મ્સના પ્રવક્તાએ કહ્યું કે ‘મહારાજ’ ફિલ્મ નેટફ્લિક્સ પર ૧૪ જૂને રિલીઝ થશે નહીં.

આ પણ વાંચો :-