ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલાં સ્વરૂપે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી હતી. તમામ કર્મચારીઓને તેમના ફરજ સોંપેલ સ્થળે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. રાજયના તમામ વિભાગોને એલર્ટ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા જેથી સંકટની સ્થિતિમાં ઝડપથી પ્રતિસાદ આપી શકાય.
હાલમાં, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયરની જાહેરાત બાદ પરિસ્થિતિ સામાન્ય થવા લાગી છે. એ અનુસંધાને રાજ્ય સરકારે ફરી એકવાર કર્મચારીઓ માટે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર બાદ સરકારી કર્મચારીઓમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી છે.
