ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ આણંદ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. જે બાદ તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાકિસ્તાની જાસૂસ ૧૯૯૯થી ગુજરાતમાં રહેતો હોવાનો અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. હાલ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી ૧૯૯૯માં પત્ની સાથે ભારત આવ્યો હતો. તે શરૂઆતમાં તારાપુરમાં તેના સાસરિયામાં રહેતો હતો. જે બાદ તેણે લાંબા સમય સુધી વિઝા માટે એપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું.
સેન્ટ્રલ એજન્સી તરફથી વિગતો મળ્યા બાદ આ શખ્સ પર ગુજરાત ATS નજર રાખી રહી હતી. જાસૂસ ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. હાલ જાસૂસને ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે.
આ પણ વાંચો :-