Saturday, Sep 13, 2025

Gold Rate Today : વળી પાછો સોનાના ભાવમાં કડાકો, જાણો ઘટ્યા બાદ કેટલો છે 10 ગ્રામ ગોલ્ડનો રેટ

2 Min Read

Gold Rate Today 

  • ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે.

ભારતીય શરાફા બજારમાં આજે એટલે કે ગુરુવારે સોના ચાંદીની (Gold Silver) ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાના  ભાવમાં જો કે હજુ પણ 60 હજારને પાર છે. જ્યારે ચાંદીના (Silver) ભાવમાં ઘટાડા છતાં 74000 રૂપિયાની આસપાસ પ્રતિ કિલો છે. 999 શુદ્ધતાવાળા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ગઈ કાલે 60431 પર બંધ થયો હતો જે આજે 60382 જોવા મળી રહ્યો છે.

સોના ચાંદીનો લેટસ્ટ ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ 26મી એપ્રિલના રોજ શુદ્ધ સોનાનો (Pure Gold) ભાવ 10 ગ્રામના 60431 પર બંધ થયો હતો જ્યારે આજે 49 રૂપિયાના ઘટાડા સાથે 60382 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 49 રૂપિયાના ઘટાડા સાથે 60140 ના સ્તરે છે.

916 પ્યોરિટીવાળું સોનું (Gold) 45 રૂપિયાના કડાકા સાથે 55310 રૂપિયાના સ્તરે છે. 750 પ્યોરિટીવાળું સોનું 36 રૂપિયાના ઘટાડા સાથે 45287 ના ભાવે વેચાઈ રહ્યુ છે. 585 શુદ્ધતાવાળું 10 ગ્રામ સોનું (Gold) 28 રૂપિયાના કડાકા સાથે 35324 ના સ્તરે છે.

ચાંદીની (Silver) વાત કરીએ તો 21 રૂપિયાના ઘટાડા સાથે એક કિલોના 74179 રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે શરાફા બજાર ખુલ્યું ત્યારે ભાવ તેજીમાં હતા પછી સતત ઘટતા ગયા અને તે આજે પણ ઘટેલા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article