Thursday, Oct 23, 2025

Gold Rate Today : કડાકા બાદ હવે સોનાના ભાવમાં આજે જોવા મળ્યો ભડકો, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો ભાવ

3 Min Read

Gold Rate Today

  • Gold Price Today, 25 April 2023 : જો તમે પણ ગોલ્ડની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

જો તમે પણ ગોલ્ડની (Gold) ખરીદી કરવા જઈ રહ્યા છો તો તે પહેલા સોનાનો લેટેસ્ટ ભાવ જરૂર ચેક કરો. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (Multi Commodity Exchange) પર સોનાના ભાવમાં દરરોજ ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. સોમવારે જ્યાં ગોલ્ડના (Gold) ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ગોલ્ડનો ભાવ એકવાર ફરીથી હવે 60,000ને પાર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ચેક કરો આજનો લેટેસ્ટ ભાવ શું છે.

લેટેસ્ટ સોના ચાંદીના ભાવ :

MCX પર સોનાનો ભાવ ચેક કરીએ તો 0.09 ટકાની તેજી સાથે 60055 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. આજે સોનાના ભાવમાં 90 રૂપિયાની તેજી જોવા મળી રહી છે. જ્યારે MCX સિલ્વર 90 રૂપિયા તૂટીને 74900 રૂપિયા પ્રતિ કિલોગ્રોમના સ્તર પર જોવા મળી રહી છે.

શરાફા બજારમાં ભાવ :

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ  ibjarates.com મુજબ સોમવારે 10 ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ 60081 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. જે આજે 287 રૂપિયાના વધારા સાથે 60368 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યો છે. 995 પ્યોરિટીવાળા ગોલ્ડની કિંમત 286 રૂપિયાની તેજી સાથે 60126 રૂપિયા છે.

જ્યારે 916 પ્યોરિટીવાળા 10 ગ્રામ ગોલ્ડની કિંમત 263 રૂપિયા વધીને 55297ના સ્તરે પહોંચી છે. 750 પ્યોરિટીવાળા સોનાની કિંમત 215 રૂપિયા વધીને 45276 રૂપિયા જોવા મળે છે. 585 પ્યોરિટીવાળા સોનાની કિંમત 168 રૂપિયા વધીને 35315 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો એક કિલો પર 378 રૂપિયા વધીને 74768ના સ્તર પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો :-

Share This Article