Saturday, Sep 13, 2025

Gadar 2 Trailer : ગદર ૨નું આ ટ્રેલર જોઈ રૂંવાડા થઈ જશે ઊભા

2 Min Read
  • એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર ૨નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર ૨ માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

સની દેઓલ અને અમીષા પટેલની ગદર ૨ ફિલ્મ હવે થોડા જ દિવસોમાં ઘરમાં જોવા મળશે. જેમ જેમ ફિલ્મ રિલીઝની ડેટ નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. તેવામાં એક્શન અને ડ્રામાથી ભરપૂર ગદર ૨નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોન્ચ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. ખાસ વાત એ છે કે ગદર ૨માં તારા સિંહનો અંદાજ ફરીથી લોકોને આકર્ષિત કરી રહ્યો છે.

ગદર ૨નું ટ્રેલર જોઈને લોકો પણ રોમાંચિત થઈ ગયા છે. લોકો ટ્રેલર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ફિલ્મ બ્લોકબસ્ટર છે.. ટ્રેલર જોઈને રુવાડા ઉભા થઈ જાય છે. કેટલાક યુઝરનું કહેવું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. કેટલાક યુઝરનું કહેવું છે કે તેઓ ગદર ૨ જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે.

ગદર ૨માં સની દેઓલના દીકરાનું પાત્ર ઉત્કર્ષ શર્મા ભજવી રહ્યો છે. વર્ષ ૨૦૦૧માં ગદર રિલીઝ થઈ હતી અને તે સમયે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. આ ફિલ્મે ૧૩૩ કરોડનો બિઝનેસ કર્યો હતો જ્યારે ફિલ્મનું નિર્માણ ૧૯ કરોડમાં જ થયું હતું. ગદરનો પહેલો ભાગ ૧૫ જૂન ૨૦૦૧ના રોજ રિલીઝ થયો હતો.

અનિલ શર્માની ફિલ્મ ગદર ૨ આગામી ૧૧ ઓગસ્ટે રીલીઝ થવાની છે. જોકે આ દિવસે બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મોની ટક્કર થશે. ૧૦ ઓગસ્ટે રજનીકાંતની ફિલ્મ જેલર રિલીઝ થવાની છે જ્યારે ૧૧ ઓગસ્ટે અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ૨ પણ રિલીઝ થશે.

આ પણ વાંચો :-

Share This Article