હરિયાણા વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં મતદાનના આશરે એક સપ્તાહ પહેલાં કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કરી દીધું છે, જેમાં જનતા માટે અનેક મોટાં ચૂંટણી વચનો આપવામાં આવ્યાં છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સાત ગેરેન્ટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો છે.
પાર્ટીએ રાજ્યની જનતાને રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર આપવા, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કહી છે. આ સાથે વિદ્યાર્થીઓને મફત પિન્ક મીની બસ, અને પિન્ક ઈ-રિક્ષાની સુવિધા આપવામાં આવશે. ખેડૂત પંચની રચના અને MSPના કાનૂની ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને સિંધુ બોર્ડર પર સ્માર બનાવવામાં આવશે. પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ‘હાથ બદલેગા હાલાત’ નામનો પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જેમાં વિદેશમાં નોકરીઓ માટે હરિયાણા ફોરેન એમ્પ્લોયમેન્ટ બોર્ડ બનાવવાનું, સામાજિક સુરક્ષા યોજના હેઠળ વૃદ્ધો, અપંગો અને વિધવાઓને માસિક રૂ. 6,000 પેન્શન આપવા અને જૂની પેન્શન યોજના (ઓપીએસ) લાગુ કરવાનું વચન આપવામાં આવ્યું છે. હિમાચલ સરકારની તર્જ પર, તેમાં 18 થી 60 વર્ષની વયની મહિલાઓને દર મહિને 2,000 રૂપિયાનું વચન, ખેડૂતોને MSPની કાનૂની ગેરંટી અને પાક નિષ્ફળ જવાના કિસ્સામાં તાત્કાલિક વળતરનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના મેનિફેસ્ટોમાં શિક્ષણ, રોજગાર અને ખેડૂતોના કલ્યાણને લઈને ઘણા વચનો આપ્યા છે. પાર્ટીનું કહેવું છે કે તમામને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને યુવાનોને રોજગાર આપવા તેની પ્રાથમિકતા રહેશે. ખેડૂત આયોગની રચના સાથે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાનૂની ગેરંટી આપવામાં આવશે. યુવાનોના સ્થળાંતરને રોકવા માટે ખાસ વિભાગની રચના કરવામાં આવશે.
આ પણ વાંચો :-