બીલીમોરા વખારીયા બંદર રોડ વરસાદી ખુલ્લી ગટર નાળા માં પાંચ વર્ષીય બાળકી શાહીન શેખ ગરક થઈ

Share this story

બીલીમોરામાં શુક્રવારે બપોરે વરસેલા માંડ બે ઇંચ વરસાદ વેળા કાળજું કંપાવી દેતી દુર્ઘટના સામે આવી હતી. શહેર નાં વખારીયા બંદર રોડ જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ નગરપાલિકા ની ખુલ્લી વરસાદી પાણી નિકાલ ની ગટર માં અકસ્માતે બાળકી શાહીન અજિત શેખ(૫) પડી ગઈ હતી. જે પાણી માં તણાઈ ને ગરનાળા માં ગરક થઈ હતી. જે બાદ લાપતા બની હતી.

દરમિયાન ઘટનાથી અજાણ પિતા મો. અજિત શેખ અને માતા રૂકશાર શેખ પરીવારે પોતાની બાળકી ગુમ થતા શોધખોળ કરી હતી. અને પોલીસ ને પણ જાણ કરી હતી. જે બાદ ગટર નજીક નાં મકાન નાં સીસીટીવી ફૂટેજ ની ચકાસણી કરતા હૈયું હચમચાવતી ઘટના સામે આવી હતી.

શુક્રવાર બપોરે બે કલાકે પાણી માં અકસ્માત એ પડેલી બાળકી નાળા માં ગરક થતી નજરે ચઢી હતી. જેને પગલે ૧૦૦ મીટર દૂર અંબિકા નદી માં મળતા આ નાળા (ગટર) અને નદી નાં પાણી માં તપાસ હાથ ધરી હતી. નવસારી ના. કલેકટર, ગણદેવી મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકા ફાયર ફાયટર, તરવૈયા અને સ્થાનિકો શોધખોળ માં જોતરાયા હતા. જોકે મોડી સાંજ સુધી શાહીન નાં કોઈ સગડ મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છેકે દેસરા માર્ગ ઉપર રેલ્વે ડીમોલિશન વેળા વિસ્થાપિત શ્રમજીવી પરિવારો અંબિકા નદી કિનારે વસવાટ કરે છે.