ભાવનગરના બોરતળાવમાં ચાર કિશોરીઓ ડૂબી જવાની ઘટના સામે આવી છે. સ્થાનિકો અનુસાર ચારેય કિશોરી તળાવ કાંઠે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં ડૂબવા લાગી હતી. જે બાદ અન્ય કિશોરીઓ બચાવવા માટે પાણીમાં કૂદી પડી. ચાર કિશોરીઓને મૃત જાહેર કરવામાં આવી છે જ્યારે એક સારવાર હેઠળ છે.
મળતી વિગતો અનુસાર આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડા ધોવા અને નાડવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી છે.
- અર્ચનાબેન હરેશભાઈ ડાભી (ઉ.વ.આ.૧૭)
- રાશીબેન મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૯)
- કાંજલબેન વિજયભાઈ જાંબુચા (ઉ.વ.આ.૧૨)
- કોમલબેન મનીષભાઈ ચારોલીયા ( ઉ.વ.આ.૧૩ )
- કિંજલ મનીષભાઈ ચારોલીયા (ઉ.વ.આ.૧૨ )
ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રધુમાનસિંઘ જાડેજાએ જણાવ્યુ કે, બપોરે સાડા ૧૨ વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોનપર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. પરંતુ ઘટનાસ્થળે પહોચી તપસ કરતાં સ્થાનિક તરવૈયાઓએ પંચેચ દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપસ કરતાં ચારનાં મોત થયાં છે જયારે એકનો જીવ બચી ગયો છે .
આ પણ વાંચો :-