ઉત્તર પ્રદેશના બહરાઈચમાં થયેલી હિંસાના બે મુખ્ય આરોપીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંને આરોપીઓ નેપાળ ભાગવાની ફિરાકમાં હતા. પોલીસની ટીમ ઘટનાના દિવસથી જ બંને આરોપીઓને શોધી રહી હતી. જો કે આજે પોલીસને બંને આરોપીનું લોકેશન મળી આવ્યું હતું, જેમાં બંનેને ટ્રેસ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓના નામ સરફરાઝ ઉર્ફે રિંકુ અને ફહિમ છે. આ બંને આરોપી અબ્દુલ હમીદના પુત્ર છે.
તે જ સમયે, એડીજી કાયદો અને વ્યવસ્થા અમિતાભ યશે જણાવ્યું હતું કે હજુ સુધી જાનહાનિ વિશે કોઈ માહિતી નથી, પરંતુ પાંચ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પ્રારંભિક માહિતી અનુસાર, એન્કાઉન્ટરમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બેને ઠાર કરવામાં આવ્યા છે.
એન્કાઉન્ટરની ઘટના બાદ અબ્દુલ હમીદની પુત્રી રૂખસારનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છે કે, ગઈકાલે સાંજે ચાર વાગ્યે મારા પિતા અબ્દુલ હમીદ, મારા બે ભાઈ સરફરાઝ અને ફહિમ અને અન્ય એક યુવકને ઉત્તર પ્રદેશ એસટીએફમાં લઈ જવાયા હતા. મારા પતિ અને મારા સાળાને પણ ઉઠાવાયા હતા. અમારા પરિવારને પોલીસ સ્ટેશનમાંથી તેઓના વિશે કોઈ માહિતી મળી નથી. અમને ડર છે કે, તેઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હોઈ શકે છે.
આ દરમિયાન રામ ગોપાલને ઘરની છત પર ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રામ ગોપાલના મૃત્યુના સમાચાર બાદ મહારાજગંજ શહેરમાં હોબાળો શરૂ થયો હતો. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. બીજા દિવસે પણ હિંસા ચાલુ રહી. જેના કારણે જિલ્લામાં ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો. સીએમ યોગીએ પોતે આ મામલાની નોંધ લીધી હતી. હાલ સ્થિતિ સામાન્ય છે.
આ પણ વાંચો :-