Saturday, Sep 13, 2025

ટીવી ડિબેટ બાદ સ્વામી પ્રસાદ મોર્ય અને મહંત રાજૂ દાસ વચ્ચે મારામારી, જય શ્રી રામના નારાથી મામલો બીચક્યો ? VIDEO વાયરલ

2 Min Read

Fight between Swami Prasad Maurya and Mahant Raju Das

  • લખનઉમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ વચ્ચે માથાકૂટ બાદ છુટ્ટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

લખનઉમાં (Lucknow) પૂર્વ મંત્રી અને સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (SP leader Swami Prasad Maurya) તેમજ અયોધ્યાના હનુમાન ગઢીના મહંત રાજુ દાસ (Mahant Raju Das of Yodhya’s Hanuman Garhi) વચ્ચે વિવાદ થયો હતો. તેઓ ગોમતીનગર સ્થિત હોટેલ તાજમાં ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. જે બબાલ મારામારી સુધી પહોંચી ગઈ હતી. જો કે આ મામલે રાજુ દાસ ફરિયાદ નોંધાવવાનો દાવો કર્યો હતો.

ખાનગી ચેનલના કાર્યક્રમ બાદ બબાલ :

એક ખાનગી ચેનલ દ્વારા સવારથી જ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જે દરમિયાન પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને મહંત રાજુ દાસ પણ બપોરે કાર્યક્રમમાં અહીં પહોંચ્યા હતા. જે મામલે પ્રાથમીક વિગત અનુસાર મહંત રાજુ દાસ તેમના સમર્થકો સાથે લોબીમાં હતા. ત્યારે સત્ર પૂરું કર્યા પછી સ્વામી પ્રસાદ મૌર્ય તેમના સમર્થકો સાથે હોટેલમાંથી બહાર નીકળવાના હતા ત્યારે રાજુ દાસે મૌર્યને જઈ તે દિશામાં આગળ વધતા જય શ્રી રામના નારા લાગ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા સ્વામીના સમર્થકોએ રાજુ દાસનો વિરોધ કર્યો હતો.

https://twitter.com/HindustanUPBH/status/1625898026949824518?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1625898026949824518%7Ctwgr%5Ebc7c2d91a39eccb057f6ba2d10b6a93176b8226b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Ffight-between-swami-prasad-morya-and-mahant-raju-das-after-tv-debate

આ દરમિયાન મામલો બીચકતા લોકો ઉશ્કેરાઈ ગયા અને મારામારી શરૂ થઈ હતી. સ્વામીના સમર્થકોએ મહંતને માત્ર માર્યો જ નહીં પરંતુ તેની પાઘડી પણ ઉતારીને ફેંકી દેવામાં આવી હોવાના પણ આરોપો લાગી રહ્યા છે. બીજી તરફ વિવાદ શરૂ થતાં સ્વામી પ્રસાદ ચાલ્યા ગયા હતા. આ દરમિયાન તેમના સમર્થકોએ મહંત અને તેમની સાથે હાજર લોકોને માર માર્યો હતો. ત્યાર બાદ સ્ટાફના લોકો અને પોલીસ કર્મચારીઓ મામલો માંડ થાળે પાડ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article