કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા પછી, તેમને ૧૫,૨૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. કેપ્ટન ફાતિમા વસીમની ૧૫ હજાર ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.
ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે કેપ્ટન ફાતિમા વસીમના સખત પરિશ્રમ અને ઉપલબ્ધિની ઉજવણી કરવા X પરમાં એક વીડિયો પણ અપલોડ કર્યો હતો. જેમા લખ્યું હતું કે, સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા ઓફિસર બન્યા છે.
સ્નો લેપર્ડ બ્રિગેડના કેપ્ટન ગીતિકા કૌલ ૧૫,૬૦૦ ફૂટની ઉંચાઈ પર આવેલા સિયાચીન યુદ્ધક્ષેત્રમાં તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બન્યા હતા. કેપ્ટન ગીતિકાએ તેમની તૈનાતી માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. કેપ્ટન ગીતિકા કૌલે કહ્યું હતું- તે દેશ માટે દરેક ફરજ બજાવશે. તે પોતાનો જીવ જોખમમાં મુકીને દેશની રક્ષા કરશે.
આ પણ વાંચો :-