Farmers of Gujarat rejoice
- રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેન્દ્ર સરકારને ભાવ મોકલશે. ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે.
ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટેકાના ભાવમાં 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાઘવજી પટેલે (Raghavji Patel) ખરીફ સીઝન માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે અને જણાવ્યું છે કે ખેડૂતોને ખ્યાલ આવે કે કેટલા ભાવ મળશે. રાજ્ય સરકારની કૃષિ ભાવ પંચની બેઠક મળી હતી. જેમાં ડાંગરનો ભાવ રૂ.2750, બાજરીનો ભાવ રૂ.3200 નક્કી કરાયા છે તથા જુવાર રૂપિયા 5400, મકાઇ રૂપિયા 4500 કરવામાં આવી છે.
જણસીની ખરીદી માટેના ટેકાના ભાવમાં 8 ટકાના વધારાની ભલામણ કરવામાં આવી છે. ખરીફ સિઝનની પાકના ટેકાના ભાવ વધારવાની ભલામણ કરાઈ છે. ગાંધીનગરમાં મળેલી ભાવ પંચની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, જગદીશ પંચાલ અને બચુભાઈ ખાબડ હાજર રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે, રાજ્ય ભાવ પંચે નક્કી કરેલ કિંમત કેંદ્ર સરકારને મોકલી અપાશે તથા કેંદ્ર સરકાર તમામ રાજ્યના ભાવ પંચના આધારે ભાવ અંગેનો નિર્ણય કરશે. ગુજરાત સરકાર ગત વર્ષ કરતા 8-10% નો વધારો કરવાનો નિર્ણય કરી કેન્દ્ર સરકારને ભાવ મોકલશે. ત્યારે તુવેર 8000, મગ 9300, અડદ રૂપિયા 8800નો ભાવ છે. તથા મગફળી-7500, તલ-10530ના ભાવ છે. તેમજ કપાસ (લંબતારી) રૂપિયા 8900 ક્વિન્ટલદીઠ ભાવ નક્કી કરાયા છે.
આ ઉપરાંત ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને આગેવાનો બેઠકમાં સામેલ થયા. ભાવપંચ દ્વારા પાકનો ઉત્પાદન ખર્ચ નક્કી થતો હોય છે. ભાવપંચ ઉત્પાદન ખર્ચ કેન્દ્ર સરકારને મોકલે છે. જે બાદ કેન્દ્ર સરકાર વિવિધ પેદાશોના ટેકાના ભાવ નક્કી કરે છે.
આ પણ વાંચો :-