Monday, Dec 8, 2025

નતાશાની પોસ્ટ કરતા હાર્દિકની કમેન્ટ પર ચાહકો થયા ખુશ

2 Min Read

ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હવે અલગ થઈ ગયા છે. લગ્નના 4 વર્ષ બાદ આ કપલે તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. તાજેતરમાં જ બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે તેમના અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચારથી તેમના ફેન્સને આંચકો લાગ્યો હતો. હાર્દિકથી અલગ થયા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે પોતાના ઘર સર્બિયા પરત ફરી છે. ત્યાં જતાંની સાથે જ તે દરરોજ કંઈક અપડેટ આપી રહી છે. આ દિવસોમાં તે પોતાના પુત્ર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. તાજેતરમાં તે તેના પુત્ર સાથે ફરવા માટે નીકળી હતી, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.

આ તસવીરો કરતાં વધુ તેના પર હાર્દિક પંડ્યાની કોમેન્ટે હલચલ મચાવી દીધી છે. નતાશા તેના પુત્ર સાથે સર્બિયાના એક થીમ પાર્કમાં ગઈ હતી. આમાંથી કેટલાક ફોટો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તસવીરોમાં તે તેના પુત્ર અગસ્ત્ય સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી. આ પોસ્ટે કરતા વધુ હાર્દિક પંડ્યાની પ્રતિક્રિયાએ સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિકેટરે તેની પત્ની અને પુત્રના ફોટા પર હાર્ટ ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. તેની ટિપ્પણીથી ચાહકો ખુશ થઈ ગયા છે

હાર્દિકની કમેન્ટ બાદ યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ જબરદસ્ત છે. હાર્દિક ઉપરાંત તેના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ હાર્ટ ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી છે. પંડ્યા પરિવારની કમેન્ટ જોયા બાદ ઈન્ટરનેટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. લાખો લોકોએ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને પ્રેમ વરસાવ્યો છે. ઘણા માને છે કે હાર્દિક અને નતાશા સારા ટર્મ્સ પર અલગ થઈ ગયા છે અને શક્ય છે કે તેઓ ક્યારેક એક પણ થઈ જાય.

આ પણ વાંચો :-

Share This Article