ગુજરાતના ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ પર નકલી ઇડી અધિકારી દ્વારા બોગસ રેડ કેસ સામે આવતા ચકચાર મચી છે. નકલી ઇડી અધિકારીની ટોળકીમાં સામેલ એક મહિનાની નાની ભૂલથી આ લેભાગુ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. આ કેસમાં 13 પૈકી 12 લોકોને ઝડપી લીધા છે અને ગુનામાં વપરાયેલી 3 કાર સહિત સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંધીધામમાં રાધિકા જ્વેલર્સ નામની પેઢી પર નકલી ઇડી અધિકારીની રેડ પાડવાનું ષડયંત્ર ગાંધીધામમાં રચાયું હતું. પૂર્વ કચ્છ એસ.પી. સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આદિપુરમાં રહેતા આરોપી ભરત શાંતિલાલ મોરવાડીયા (સોની)એ તેના મિત્ર દેવાયત વિસુભાઈ ખાચર (રહેઠાંણ મેઘપર બોરિચી)ને માહિતી આપી હતી કે ગાંધીધામની રાધિકા જવેલર્સ નામની પેઢીમાં 5 – 6 વર્ષ પહેલા ઇન્કમ ટેક્સની રેડ પડી હતી, જેમાં મોટા જથ્થામાં સોના ચાંદી અને રકમ રકમ મળી હતી. હજી પણ જવેલર્સના માલિક પાસે 100 કરોડથી વધારે મુદ્દામાલ હોવાની વાત કરી હતી.
ભુજના આરોપીઓ દ્વારા પહેલા ખોટી રેડ કરી ચીજ વસ્તુઓ જોઈ સાચા ઈ.ડી.ના અધિકારીઓને બોલાવી દરોડા પડાવવાનો પ્લાન હતો. જેથી વિનોદ ચુડાસમા દ્વારા આશિષને ફોન કરી સમગ્ર વાત જણાવતાં અમદાવાદના સારાંશ એમ્બિયન્સમાં રહેતા આશિષ રાજેશ મિશ્રાએ ચાંદખેડામાં રહેતા તેના સાથીદાર ચંદ્રરાજ મોહનભાઈ નાયરને વાત કરતાં ચંદ્રરાજ સાથે કામ કરતાં અને સાબરમતીમાં રહેતા અમિત મહેતા, નિશા અમિત મહેલા તથા વિપીન શર્મ સાથે ઈ.ડી,ના નકલી અધિકારી તરીકે અમદાવાદ ખાતે ડીવિઝવ રેલ મેનેજરની ઓફીસમાં ટ્રાન્સલેટર તરીકે નોકરી કરતા અમદાવાદના રામદેવનગરમાં રહેતા શૈલેન્દ્ર દેસાઈને સાથે રાખી રેડ કરવાની જગ્યા તેમજ તેના મકાને રેડ દરમ્યાન મહિલાઓ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો :-