HomeGujaratપોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 3 જવાનો લાપતા

પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, 3 જવાનો લાપતા

Date:

Related stories

કાળી ચૌદશ 2026: મહત્વ, ધાર્મિક માન્યતા, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જાણો

હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના એક...

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...
spot_img

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના હેલિકોપ્ટરને પોરબંદરના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, ત્યારબાદ ક્રૂના ત્રણ સભ્યો ગુમ થયા હતા. આ હેલિકોપ્ટરને ટેન્કરમાંથી ઘાયલ સભ્યને બચાવવા માટે અહીં તૈનાત કરવામાં આવ્યું હતું, પરંતુ તે પોતે જ અકસ્માતનો શિકાર બન્યો હતો. હવે તેના 3 સભ્યોની શોધ ચાલી રહી છે.

ભારતીય કોસ્ટ ગાર્ડે એક નિવેદન જારી કર્યું હતું કે તેનું એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે ભારતીય ધ્વજવાળા મોટર ટેન્કર હરિ લીલામાં સવાર એક ગંભીર રીતે ઘાયલ ક્રૂ મેમ્બરને મદદ પૂરી પાડવા માટે દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. આ કાર્યવાહી પોરબંદર દરિયાકાંઠાથી લગભગ 45 કિલોમીટર દૂર કરવામાં આવી હતી. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે મોટર ટેન્કરના માલિક હરિ લીલાની વિનંતી પર આ કાર્યવાહી કરવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના ક્રૂમાં ચાર લોકો સવાર હતા. અહેવાલ મુજબ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરને અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

હેલિકોપ્ટરનું દરિયામાં ઈમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હેલિકોપ્ટર જ્યારે મોટર ટેન્કર સુધી પહોંચવાનું હતું ત્યારે કેટલાક કારણોસર હેલિકોપ્ટરને દરિયામાં લેન્ડ કરવું પડ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરના ગુમ થયેલા સૈનિકોની શોધ માટે કોસ્ટ ગાર્ડે ચાર જહાજો અને બે એરક્રાફ્ટને બચાવ કામગીરીમાં તૈનાત કર્યા છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories