ઓટોમોબાઈલ કંપની હીરો મોટોકોર્પના CMD અને ચેરમેન પવન મુંજાલની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમની દિલ્હીમાં આવેલી ૨૫ કરોડ રૂપિયાની કિંમતની ૩ મિલકતો જપ્ત કરી છે. પવન મુંજાલ સામે મની લોન્ડરિંગ સંબંધિત કેસ દાખલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં EDએ તેમની લગભગ ૫૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ, ૧ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ,ઈડીએ દિલ્હી અને ગુરુગ્રામમાં પવન મુંજાલના ૧૨ સ્થાનો પર દરોડા પાડ્યા હતા, જેમાં વિદેશી ચલણ, સોનું અને ૨૫ કરોડ રૂપિયાની જ્વેલરી મળી આવી હતી. DRI દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે એજન્સીએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો અને આઈપીસી હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
SEMPL એ તેના કર્મચારીઓના નામે ફોરેન એક્સચેન્જમાંથી રૂ. ૧૪ કરોડનું વિદેશી ચલણ લીધું હતું. આ કેસમાં હેમંત દહિયા, મુદિત અગ્રવાલ, અમિત મક્કર, ગૌતમ કુમાર, વિક્રમ બજાજ અને કેતન કક્કરના નામ સામે આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીએ અન્ય કર્મચારીઓના નામ પર વિદેશી ચલણ/ટ્રાવેલ ફોરેક્સ કાર્ડ મેળવ્યા હતા જેમણે ક્યારેય વિદેશ પ્રવાસ કર્યો જ નહોતો.
આ પણ વાંચો :-