Sunday, Dec 21, 2025

નેપાળના ચિતલંગમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપની આંચકા, લોકોમાં ભયનો માહોલ

2 Min Read

નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં ૪.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેપાળ સિસ્મોલોજી સેન્ટર અનુસાર ૨૩ નવેમ્બર વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી નુકશાની અંગે કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં ૩ નવેમ્બરે નેપાળમાં ૬.૪ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે નેપાળમાં અનુભવાયેલા ૬.૪ની તીવ્રતાના ભૂકંપમાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તે દરમિયાન ૧૫૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા.

હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત ૩ નવેમ્બરે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપમાં લગભગ ૮૦૦૦ ઘરો જમીન દોસ્ત થયા હતાં. ભારતે ભૂકંપથી પ્રભાવિત લોકોને કટોકટી સહાય પેકેજ મોકલ્યું હતું, જેમાં તબીબી ઉપકરણો, રાહત સામગ્રી અને ઘણું બધું સામેલ હતું.

ભારતે ગયા સોમવારને ૨૦ નવેમ્બર રોજ નેપાળને ભૂકંપ રાહત સહાય અને આવશ્યક તબીબી પુરવઠોનો ચોથો ભાગ મોકલ્યો છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આ ઝડપી પ્રતિસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફર્સ્ટ નીતિને અનુરૂપ છે, જે સંકટ સમયે તેના પાડોશી દેશોને ટેકો આપવાની ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ૩ નવેમ્બરે જાજરકોટ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપ બાદ ભારતે અત્યાર સુધીમાં નેપાળમાં અસરગ્રસ્ત પરિવારોને ૩૪ ટનથી વધુ કટોકટીની રાહત સામગ્રી મોકલી છે.

આ પણ વાંચો :-

Share This Article