જાપાનની ધરા ફરી એક વાર ધણધણી ઉઠી છે. જાપાનના ટોક્યોમાં દક્ષિણ વિસ્તાપમાં આજે સવારે લગભગ 5:00 વાગ્યે ઈઝુ દ્વીપના દરિયાકિનારાના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 5.9 આંકવામાં આવી છે. જો કે હજુ સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર સામે નથી આવ્યા. પરંતુ જાપાનના હવામાન વિભાગે દરિયાઈ વિસ્તારોમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દીધું છે.
જાપાનના હવામાન વિભાગે વિશેષ સુનામી એલર્ટ જાહેર કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપી છે. એવી સંભાવના છે કે દરિયામાં 1-2 મીટર સુધી ઊંચા મોજા ઊછળી શકે છે, જે સુનામીનું રૂપ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાચીજો સમુદ્રી દ્વીપ નજીક સુનામીના નાના મોજાઓ જોવા મળ્યા છે. બીજી તરફ આફ્ટરશોક કે વધુ મોટો આંચકો આવે તો મોજાઓ વધુ ઉંચા થઈને મોટી તબાહીનું કારણ બની શકે છે. હવામાન વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સુરક્ષિત સ્થાન પર જવાની અપીલ કરવામાં આવી રહી છે.
ભૂકંપ પછી જાપાનની હવામાન એજન્સીએ પ્રથમવાર “મેગાકંપ એલર્ટ” જાહેર કર્યું છે. આ એલર્ટ ખાસ કરીને નાનકાઈ ટર્ફ નામના ભુસ્તરીય ખંડ પાસે જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ વિસ્તાર એક મહત્વપૂર્ણ ફોલ્ટ ઝોન પર સ્થિત છે, જ્યાંથી મોટાં ભૂકંપોની શક્યતા વધી જાય છે. મેગાકંપ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જ્યારે 8 કે તેથી વધુની તીવ્રતાના ભૂકંપની સંભાવના હોય. જો આવું ભૂકંપ થાય તો જાપાનમાં ગંભીર હાની અને જાનમાલના નુકસાનની શક્યતા છે.
આ પણ વાંચો :-