HomeSurat CitySMCના બેદરકારીથી પુણામાં સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માત સર્જાયો

SMCના બેદરકારીથી પુણામાં સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માત સર્જાયો

Date:

Related stories

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...

સુરતમાં ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે આટલા લાખનો ‘ખેલ’!

સુરતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના...
spot_img

રાજ્યમાં તંત્રના પાપે અનેક વાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આ તરફ સુરતમાં પણ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ સુરતના પુણા રેશમા સર્કલ પાસે રોડ પર સ્પીડબ્રેકર તો છે પણ તેના પર સફેદ પટ્ટા ન હોવાથી અકસ્માતની ઘટનાનો અવાર-નવાર બને છે. આ દરમિયાન ગઈકાલે જ એક યુવક બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો ત્યારે સ્પીડબ્રેકર ન દેખાતા બાઇક સ્લીપ થયું હતું. આ સિવાય અગાઉ પણ અહીં અનેકવાર અકસ્માત થયા હોઇ અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં મનપાના પેટનું પાણી હલતું નથી.

અકસ્માતની ઘટનાનના દ્રશ્યો CCTVમાં સામે આવ્યા છે. રાત્રી દરમ્યાન બાઈક ચાલકો સ્પીડ બ્રેકરના કારણે પટકાઈ રહ્યાં છે. એક રીક્ષા પણ પલટી મારી ચુકી છે. બાઈક ચાલકો અવારનવાર પટકાઈ રહ્યાં છે. અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. જેથી તાત્કાલિક પટ્ટા મરાવવાની સાથે સાથે લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img