પંજાબના જલંધરના સંગરુરમાં ફરજ બજાવતા DSPનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. DSP દલબીર સિંહનો મૃતદેહ સોમવારે બસ્તી બાવા ખેલ કેનાલ પાસે રસ્તા પર મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસ અગાઉ જલંધરના એક ગામમાં DSP દલબીર સિંહનો કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ બીજા દિવસે જ તેમણે ગ્રામજનો સાથે સમાધાન કરી લીધું હતું.
પોલીસ કમિશ્નરના કહ્યું કે દલબીર સિંહનો મૃતદેહ મળ્યો તે રસ્તો કપુરથલા સ્થિત તેમના ગામ તરફ જાય છે. આ ઘટના સ્થળ તેમના પૈતૃક ગામથી લગભગ આઠ કિલોમીટર દૂર છે. પોલીસે જણાવ્યું કે દલબીર સિંહના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગત મહિને ડીએસપીને જાલંધરમાં જ અન્ય વિસ્તારના લોકો સાથે થયેલી એક લડાઈમાં સામેલ હતા. જોકે, બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં આ અંગે કોઈ કેસ નોંધાયો ન હતો. દલબીર સિંહ અગાઉ વેઈટલિફ્ટર હતા, તેમને વર્ષ ૨૦૦૦માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ADCP બલવિંદર સિંહ રંધાવાએ જણાવ્યું કે, અમને કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે, બસ્તી બાબા ખેલ નજીક કોઈની લાશ પડી છે. અમે ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં લાશ ડીએસપી દલબીરસિંહની હતી. તેમના માથા ઉપર ઈજાના નિશાન હતા. પંજાબ પોલીસે શરૂઆતમાં રોડ અકસ્માત માની રહી હતી. પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન ડીએસપીની ગર્દનમાં ફસાયેલી ગોળી મળી હતી. ઘટના પછી ડીએસપીની સર્વિસ રિવોલ્વર પણ ગાયબ છે.
મૃતક ડીએસપીના ભાઈ રણજીત સિંહે કહ્યું કે પોલીસે અમને જાણ કરી કે દલબીરનો મૃતદેહ મળી આવ્યો છે. તેના માથામાં ઈજા થઈ છે. હત્યાનો મામલો હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ તેની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દલબીર સિંહ એક જાણીતા વેઈટલિફ્ટર હતા અને તેમને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.