Saturday, Sep 13, 2025

નથી જોવાતું આવું ! મહિલા સાથે રમાઈ જબરી રમત, વીડિયો વાયરલ થતાં મચ્યો મોટો હડકંપ

2 Min Read
  • રાજસ્થાનના હનુમાનગઢમાં એક સનકી ડ્રાઈવરે મહિલાને તેની કારના બોનેટ પર ઢસડીને તેનો જીવ જોખમમાં મૂક્યો હતો.

રાજસ્થાનના હનુમાનગઢમાં એક સનકી ડ્રાઈવરે કારના બોનેટ પર મહિલાને લગભગ અડધો કિલોમીટર સુધી ઘસડીને લઈ ગયો હતો. મહિલા પોતાનો જીવ બચાવવા માટે ચીસો પાડતી રહી અને બોનેટ પર લટકતી રહી. આ ઘટના બુધવારે ધોળા દિવસે રસ્તા પર બની હતી.

ઘટના સમયે લોકો બજારમાં હાજર હતા. જ્યારે તેઓએ મહિલાને કાર પર લટકતી જોઈ. ત્યારે તેઓ તેને બચાવવા માટે આગળ-પાછળ દોડ્યા. પરંતુ કાર ચલાવનાર વ્યક્તિએ ઝડપ વધારી દીધી. આ રીતે તેણે મહિલાને અડધો કિલોમીટર સુધી ખેંચી લીધી. એવું લાગતું હતું કે તે કોઈનાથી ડરતો નથી. જ્યારે લોકો તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે તે ગતિ વધારીને ભાગી રહ્યો હતો.

આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. જો કે મહિલા અને ડ્રાઈવર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. જાણકારી અનુસાર મહિલા તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.

હાલ રાજસ્થાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા એસયુવીનું હૂડ પકડીને ઉતરવા માટે તરફડિયા મારી રહી છે પરંતુ કાર ચાલક તેની બોનેટ પર બેસાડીને ઘસડી રહ્યો છે.

સીસીટીવી ફૂટેજ વાયરલ થયા :

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા અશોક ગેહલોત સરકારની ટીકા થઈ હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે મહિલાને જંકશન પોલીસ સ્ટેશનની હદમાં બસ સ્ટોપ પાસે લગભગ ૫૦૦ મીટર સુધી ખેંચી હતી. મહિલાએ હજી સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. પરંતુ કેસ નોંધાયા બાદ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ પણ પીડિતાને શોધી રહી છે.

આ પણ વાંચો :-

 

Share This Article