Sunday, Sep 14, 2025

સુતા પહેલા કરો મીઠાના પાણીના કોગળા, મળશે આ તમામ સમસ્યામાંથી છૂટકારો

2 Min Read

Do a salt water rinse before going to sleep

  • મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં આરામ મળે છે. બીજી તરફ જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરો છો. તો ગળામાં દુઃખાવો થતો નથી.

મીઠાના પાણીના કોગળા (Salt water Rinses) કરવાથી ઘણા લાભ થાય છે. મીઠાના પાણીના કોગળા કરવાથી મોં સંબંધિત ઘણી બિમારીઓથી છૂટકારો મળે છે. તો કયા કયા થાય છે ફાયદા ? જોઈશું આ અહેવાલમાં. આપણાં રોજિંદા જીવનની એવી કેટલીક બાબતો છે જેના પર આપણે ખાસ ધ્યાન નથી.

આપતા પણ એ નાની-નાની બાબતો જ આપણાં સ્વાસ્થ્ય (Health) પર સીધી અસર કરતી હોય છે. એજ પૈકી એક છે રાત્રે સુતા પહેલાં મીઠાના પાણીના કોગળા કરવા. જો તમે આમ કરશો નિયમિત રીતે તો તમને એના ચમત્કારિક ફાયદા મળશે.

કફની સમસ્યામાંથી મળશે છૂટકારો :

રાત્રે મીઠાના પાણીમાં કોગળા કરવાથી કફની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. આ કિસ્સામાં, જો તમને ખાંસી હોય તો તમે મીઠાના પાણીથી ગાર્ગલ કરી શકો છો.

દાંતના દુઃખાવામાંથી મળશે છૂટકારો :

દાંતના દુઃખાવાથી છૂટકારો મેળવવા માટે રાત્રે મીઠાના પાણીથી કોગળા કરો. તેથી જો તમે દાંતના દુઃખાવાથી પરેશાન છો. તો રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા અવશ્ય કરો.

મોઢાના ચાંદામાંથી મળે છે રાહત :

રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

મટાડે છે ગળાનો દુઃખાવો :

મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળાના દુઃખાવામાં આરામ મળે છે. બીજી તરફ જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા મીઠાના પાણીથી કોગળા કરો છો. તો ગળામાં દુઃખાવો થતો નથી.

દૂર કરે છે શ્વાસની દુર્ગંધ :

મીઠાના પાણીથી કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે. આ કુદરતી રીતે શ્વાસની દુર્ગંધને સરળતાથી દૂર કરી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article