Wednesday, Oct 29, 2025

મોનાલિસાને ફિલ્મ ઓફર કરનારા ડાયરેક્ટર સનોજ મિશ્રાની અટકાયત, રેપ કેસમાં ધરપકડ

3 Min Read

મહાકુંભ મેળામાં વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મની ઓફર આપનારા ડાયરેક્ટર સનોજ મિશ્રાની ધરપકડ થઈ છે. રેપના કેસમાં તેમની ધરપકડ થઈ છે. દિલ્હી હાઈકોર્ટે જામીન રદ કર્યા બાદ દિલ્હીની નબી કરીમ પોલીસે તેમની ધરપકડ કરી છે. આરોપ છે કે સનોજ મિશ્રાએ એક અંતરિયાળ વિસ્તારમાંથી આવતી હીરોઈન બનવાના સપના જોતી છોકરી સાથે કેટલીય વાર રેપ કર્યો છે.

પીડિતાના કહેવા મુજબ, 2020માં ટીકીટોક અને ઈન્સ્ટાગ્રામ દ્વારા તેની મુલાકાત સનોજ મિશ્રા સાથે થઈ હતી. તે સમયે, પીડિતા ઝાંસીમાં રહેતી હતી. થોડો સમય વાતચીત પછી, 17 જૂન 2021ના રોજ ડિરેક્ટરે તેને ફોન કરીને જણાવ્યું કે તે ઝાંસી રેલવે સ્ટેશન પહોંચી ગયો છે. પીડિતાએ સામાજિક દબાણનું કારણ આપીને મળવાનો ઇનકાર કર્યો, તો સનોજ મિશ્રાએ આત્મહત્યાની ધમકી આપી. ડરના કારણે, પીડિતા તેની સાથે મળી ગઈ.

આગળ 18 જૂન 2021ના રોજ, ફરીથી તેણે ફોન કરીને પીડિતાને રેલવે સ્ટેશન પર બોલાવી. ત્યારબાદ, તે પીડિતાને એક રિસોર્ટમાં લઈ ગયો અને નશીલો પદાર્થ આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો. પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું છે કે આરોપીએ તેના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી લીધા અને ધમકી આપી કે જો તેણે કોઈ વિરોધ કર્યો, તો તે આ બધું જાહેર કરી દેશે. ત્યારબાદ, સનોજ મિશ્રાએ લગ્નનું લાલચ આપી અનેક વાર અલગ-અલગ જગ્યાઓ પર બોલાવી શારીરિક સંબંધ બનાવ્યા. તે સાથે, તેને ફિલ્મોમાં કામ અપાવવાની લાલચ પણ આપી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એવી ખબર આવી હતી કે મહાકુંભ મેળામાં મનકા વેચતા એક યુવતી મોનાલિસા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને તેને લઈને એક ફિલ્મ બનવાની હતી. ડિરેક્ટર સનોજ મિશ્રાએ મોનાલિસાને પોતાની આગામી ફિલ્મ “દી ડાયરી ઓફ 2025” માટે પસંદ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત, સનોજ મિશ્રા મોનાલિસાને ઍક્ટિંગ ટ્રેનિંગ પણ આપી રહ્યા હતા અને કેટલીક જગ્યાઓ પર તેને સાથે લઈ જઈ રહ્યા હતા.

હાલમાં, મોનાલિસાને સનોજ મિશ્રા સાથે પ્લેનમાં મુસાફરી કરતા જોવામાં આવી હતી. આથી, કેટલાક લોકો આક્ષેપ કરી રહ્યા હતા કે સનોજ મિશ્રા મોનાલિસાનો લાભ ઉઠાવવા ઈચ્છે છે. આ આક્ષેપોના જવાબમાં, સનોજ મિશ્રાએ સ્પષ્ટીકરણ આપ્યું હતું.

સનોજ મિશ્રાએ કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે મોનાલિસા નામની યુવતી કુંભ મેળામાં વાયરલ થઈ રહી છે, ત્યારે તેમણે તેને પહેલી વખત જોયી. તેમણે જણાવ્યું કે મોનાલિસાના આજુબાજુ હંમેશા ભીડ રહેતી હતી અને લોકો તેની રીલ બનાવી રહ્યા હતા, પરંતુ કોઈએ પણ તેની મદદ નહોતી કરી. મોનાલિસાનું પરિવાર ટેન્ટમાં રહે છે અને તેમના પાસે રહેવા માટે ઘર પણ નથી. લોકો તેની મદદ કરવા માટે આગળ આવવાને બદલે તેને વધુ ત્રાસ આપી રહ્યા હતા.

Share This Article