ઈન્ડિગો ફ્લાઇટ સર્વિસ હજી પણ સંપૂર્ણપણે શરૂ થઇ શકી નથી. આ કટોકટી દરમિયાન ઈન્ડિગો વિરુદ્ધ સરકારે કડક પગલાં લીધા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મંગળવારે જણાવ્યું હતું કે ફ્લાઇટ વિક્ષેપને પગલે તેણે 1 ડિસેમ્બર, 2025 થી ઇન્ડિગોની ફ્લાઇટ શિડ્યૂલમાં 5% ઘટાડો કર્યો છે. DGCA એ મંગળવારે આ અંગેનો આદેશ જારી કર્યો હતો. નિવેદન અનુસાર, તમામ પ્રદેશોમાં, ખાસ કરીને ઉંચી માંગ અને હાઇ ફિક્વન્સી રૂટ્સ પ ફ્લાઇટ્સ ઘટાડવામાં આવી છે.
ઇન્ડિગોને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં ડીજીસીએને સુધારેલ શિડ્યૂલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ડીજીસીએ નો આ આદેશ સોમવારે નાગરિક ઉડ્ડયન પ્રધાનના નિવેદન પછી આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર વર્તમાન શિયાળાના સમયપત્રક હેઠળ ઇન્ડિગો દ્વારા સંચાલિત રૂટની સંખ્યા ઘટાડશે.
2025-26 માટે શિયાળાના સમયપત્રકના ભાગરૂપે, એરલાઇન દરરોજ 2,200 થી વધુ ફ્લાઇટનું સંચાલન કરી રહી છે.