સુરતમાં પણ ઉત્તર પ્રદેશમાં લાગુ કરવામાં આવેલા નિયમ જેવી માગ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશની જેમ સુરતમાં પણ હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેણે કહ્યુ કે, હિન્દુ નામ ધરાવતી હોટલના નામ મુસ્લિમ માલિકોના હોય છે. જેથી લોકો ગેરમાર્ગે દોરાય છે.
કોર્પોરેટર વિજયભાઈ ચોમાલે કહ્યું કે, પાલિકાની હદમાં આવી કોઈ હોટલ મળી આવે તો તેને દંડ કરો. કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ એક અપરાધ છે. હું મહાનગરપાલિકાને વિનંતી કરૂ છું કે, એક એક દુકાનમાં ચેકિંગ કરે અને કોઈએ પણ ગરબડ કરી છે. તો તેના પર કાર્યવાહી કરવામાં આવે. આનો આખો રિપોર્ટ તૈયાર કરી સુરતના મેયરને આપવામાં આવે તેવું મેં સામાન્ય સભામાં કહ્યું છે. હોટલ માલિક છે તે પોતાના નામ પર રાખે. તેની હોટલમાં કોઈ ભોજન લેશે કે નહીં લે એ એક અલગ વિષય છે.
કોર્પોરેટર વધુમાં કહ્યું કે, સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે, લોકો સાથે કોઈ ઠગાઈ ન થાય. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. મારૂ માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ યુનિસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, “આવી ઘટનાઓ ઘણા સમય સુધી ચાલી છે, પરંતુ હવે તેને નહીં ચાલવા દઈએ. ભારતીય જનતા પાર્ટીના બધા કોર્પોરેટરો સાથે મળીને આ કાર્યવાહીને આગળ વધારીશું.” કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં વિજય ચોમાલ દ્વારા ઉઠાવવામાં આવેલા યોગી મોડલ અપનવવાના મુદ્દાને તમામ કોર્પોરેટરોએ કોઈપણ વિવાદ વગર સંપત્તિ આપી હોવાનું પણ સામે આવ્યું છે. ઘણા કોર્પોરેટરોએ આ મુદ્દાને યોગ્ય પણ ઠેરવ્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં જ યોગી સરકારે આખા ઉત્તર પ્રદેશમાં તમામ ખાદ્ય પદાર્થોની દુકાનો પર નામ દર્શાવવાનો આદેશ જારી કર્યો હતો.
આ પણ વાંચો :-