Monday, Dec 8, 2025

દિલ્હી AAPના ઉમેદવારની બીજી યાદી જાહેર, જૂઓ કોને ક્યાંથી ટિકિટ મળી

2 Min Read

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 20 નામ છે. તમામ 20 સીટો પર નવા ચહેરા છે. પાર્ટીએ 21 નવેમ્બરે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 11 નામ હતા. અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ કુલ 31 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

અરવિંદ કેજરીવાલના નેતૃ઼ત્વ હેઠળ આપ પુરજોશમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ કવાયતના ભાગરૂપે આપે પોતાની બીજી યાદીમાં મનીષ સિસોદિયાને ટિકિટ તો આપી છે, પરંતુ બેઠક બદલી નાખી છે. મનીષ સિસોદિયા હવે પટપડગંજના બદલે જંગપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હાલમાં જ આપમાં સામેલ થયેલા શિક્ષક અવધ ઓઝાને પટપડગંજની ટિકિટ આપવામાં આવી હતી. રાખી બિડલાન માદીપુર બેઠક પરથી ચૂંટણીના મેદાન પર ઉતર્યા છે.

આ ઉપરાંત આદિલ અહેમદ ખાનને મુસ્તફાબાદથી ટિકિટ આપવામાં આવી છે. ધારાસભ્ય હાજી યુનુસની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. ચાંદની ચોક વિધાનસભાના ધારાસભ્ય પ્રહલાદ સિંહ સાહનીના પુત્ર પુરનદીપ સિંહ સાહનીને ટિકિટ આપવામાં આવી છે. કૃષ્ણા નગરના ધારાસભ્ય એસકે બગ્ગાના પુત્ર વિકાસ બગ્ગાને ટિકિટ આપવામાં આવી છે. દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલના સ્થાને જીતેન્દ્ર સિંહ શાંતિને ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો :-

Share This Article