વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સહાનુભૂતિ વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારને 2 લાખની જાહેર કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરાઈ છે. ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ્ય થાય તેવી કામના આપી છે. બ્રિજ દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું
મૃતકોના આત્માની શાંતિ માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી છે. ઈજાગ્રસ્તોની સારવાર માટે વડોદરા કલોકટરને સૂચના આપી છે. CMએ માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે. બચાવ રાહત કામગીરી માટે સતત તરવૈયા કાર્યરત કરવામાં આવ્યા છે. જો કે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવમાં જોડાઈ હતી. દુર્ઘટનાના કારણોની તપાસ માટે ખાસ ટીમને મોકલાઈ છે.