Saturday, Sep 13, 2025

જાપાન એરલાઈન્સ પર સાયબર એટેક, હવાઈ સેવાઓ પ્રભાવિત

2 Min Read

જાપાનમાં ગુરુવારે સવારે અહીંની સ્થાનિક એરલાઇન્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યે થયેલા આ સાયબર હુમલામાં એરલાઈન્સની આંતરિક અને બાહ્ય સિસ્ટમ પર અસર પડી છે. એરલાઈન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે.

જાપાન એરલાઈન્સે ટ્વીટ કર્યું કે, “અમારા આંતરિક અને બાહ્ય નેટવર્ક ડિવાઇસ પર આજે સવારે 7.24 વાગ્યાથી સાયબર એટેક કરવામાં આવ્યો છે. જેના કારણે અમારી સિસ્ટમ સમસ્યાઓનો સામનો કરી રહી છે. જેના કારણે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ પર અસર પડી રહી છે. સાયબર હુમલાના કારણે ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. અમે સમસ્યાનો હલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ઓલ નિપ્પોન એરવેઝ પછી જાપાન એરલાઇન્સ દેશની બીજી સૌથી મોટી એરલાઇન છે. આ પહેલીવાર નથી કે જાપાનમાં સાયબર હુમલો થયો હોય. આવું પહેલા પણ બન્યું છે. આ વર્ષે જૂનમાં લોકપ્રિય જાપાનીઝ વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ નિકોનિકો પર સાયબર એટેક થયો હતો. સાયબર હુમલાને કારણે તેને તેની સેવાઓ સ્થગિત કરવી પડી હતી. તે જ સમયે, 2022માં, એક સાયબર હુમલાએ ટોયોટા સપ્લાયરની કામગીરીમાં વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે આખો દિવસ ઘરેલું પ્લાન્ટનું ઉત્પાદન બંધ રહ્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article