HomeNationalજમ્મુ-કાશ્મીરમાંથી ગુમ થયેલો CRPF જવાન: પરિવારના લગ્નના સપનામાં ભંગ

જમ્મુ-કાશ્મીરમાંથી ગુમ થયેલો CRPF જવાન: પરિવારના લગ્નના સપનામાં ભંગ

Date:

Related stories

Video : પનામામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, 9 દેશોમાં સુનામીનું એલર્ટ

પનામા: મધ્ય અમેરિકાના દેશ પનામામાં શક્તિશાળી ભૂકંપના આંચકાથી ગભરાટનો...

તબીબી ક્ષેત્રે સુરતનું ગૌરવઃ ડૉ. નૈનેશ પટેલે એક જ સર્જરીમાં 370 સોફ્ટ-ટિશ્યુ ટ્યુમર્સ દૂર કરી ‘વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો

સુરતનાં મોરાભાગળ-રાંદેર વિસ્તાર સ્થિત લાઈફલાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનાં નામે...
spot_img

સરહદ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે, એવામાં જમ્મુ અને કાશ્મીરના જખૈનીમાં તૈનાત એક CRPF જવાન ગુમ થઇ ગયો હોવાના (CRPF jawan missing) અહેવાલ છે. અહેવાલ મુજબ 137મી બટાલિયનમાં તૈનાત સૈનિક અભિષેક શર્મા છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે. ઉધમપુર પોલીસ સ્ટેશનમાં જવાન ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે જવાન ગુમ થવા પાછળ કોઈ કાવતરું હોવાની આશંકાને નકારી નથી, હાલ તપાસ કરવામાં આવી રહી છે.

ગુમ થયેલો જવાન અભિષેક શર્મા ઉત્તર પ્રદેશના આગ્રા સ્થિત મુરલી વિહાર કોલોનીનો રહેવાસી છે. તેના ગુમ થયાના સમાચાર મળ્યા બાદ તેનો પરિવાર ચિંતિત છે. અભિષેકના મોટા ભાઈ અંકુર પરિવારના અન્ય સભ્યો સાથે જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. પોલીસ સ્ટેશનમાં તેમણે જણાવ્યું કે અભિષેક ઉધમપુરના જખૈનીમાં CRPFની 137 બટાલિયનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પરિવારના સભ્યો અભિષેકના લગ્નની તૈયારી કરી રહ્યા હતા. તેના લગ્ન અંગે વાતો ચાલી રહી હતી.

26 મેના રોજ સાંજે 5 વાગ્યે જ્યારે બટાલિયનના સીઈઓએ અભિષેકના ઘરે ફોન કરી પૂછ્યું કે તે ઘરે પહોંચ્યો છે કે નહીં, ત્યારે પરિવાર અને વિભાગના લોકોને અભિષેકના ગુમ થવાની જાણ થઈ. સીઈઓએ પરિવારને કહ્યું કે અભિષેક સવારે 6.30ગ્યે કેમ્પ છોડીને ગયો હતો અને કહ્યું કે તે થોડા સમયમાં પાછો આવશે, પરંતુ તે હજુ સુધી પાછો ફર્યો નથી.

ગુમ થયાની ફરીત્યાદ નોંધાયા બાદ પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા, ફોન વગેરેની તપાસ કરવામાં આવી હતી, સાથે જ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે અભિષેક કોઈ પ્રેમ સંબંધમાં સામેલ હતો કે શું. પરંતુ અત્યાર સુધીની તપાસમાં આવી કોઈ માહિતી મળી નથી. ફોનનું છેલ્લું લોકેશન પોલીસ સ્ટેશનની સામે ટાઉન હોલ પાસે સવારે 7:35 વાગ્યે દેખાઈ રહ્યું છે. ત્યારથી મોબાઈલ બંધ છે.

Subscribe

Latest stories