Saturday, Sep 13, 2025

મણિપુરમાં મંજૂરી ન મળતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટ

2 Min Read

કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. મણિપુર સરકારે તે મેદાન માટે મંજૂરી આપી નથી જ્યાંથી આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ શરૂ થવાની છે. હવે આ મામલે કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય પ્રયાસ નથી અને યાત્રાનું રાજનીતિકરણ ન થવું જોઈએ.

એઆઈસીસીના મહાસચિવ કેસી વેણુગોપાલ સોમવારે ઈમ્ફાલ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ એઆઈસીસી મણિપુરના પ્રભારી ગિરીશ ચોડણકર, એમપીસીસી પ્રમુખ કે મેઘચંદ્ર, સીએલપી નેતા ઓ ઈબોબી, સીડબ્લ્યુસી સભ્ય ગાયખાંગમ અને અન્ય નેતાઓની આગેવાની હેઠળની ટીમ સાથે જમીનની યોગ્યતા આંકલન કરશે.

કેસી વેણુગોપાલે મણિપુર સરકાર દ્વારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ન આપવા અંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આ કોઈ રાજકીય રેલી નથી અને તેઓએ આ યાત્રાનું રાજનીતિકરણ કરવું જોઈએ. અમે મણિપુરનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા આઠ મહિનાથી પરેશાન મણિપુરના લોકોના ઘાને રુઝાવવાનો અને નફરત સામે પ્રેમનો સંદેશ ફેલાવવાનો છે.

એમપીસીસીની ટીમ મુખ્ય સચિવને તેમના સચિવાલયમાં મળ્યા, જેમણે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા પછી સાંજ સુધીમાં જમીનની પરવાનગી અંગેનો અહેવાલ સુપરત કરવાનું વચન આપ્યું હતું. આ સંદર્ભે, ગિરીશ ચોડંકરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે યાત્રાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને મુખ્યમંત્રીને પક્ષીય રાજકારણ કરતાં મણિપુરની શાંતિને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ફિલ્ડ ટ્રીપની તૈયારીમાં સમય લાગશે. તેથી સરકાર આજે જ પરવાનગી આપે તેવી અપેક્ષા છે.

Share This Article