સી.આર. પાટીલ એક દિવસ દેશના ટોચના નિર્ણાયક નેતા બનશે, આ વાત દાયકાઓ પૂર્વે સ્વ.મનહરલાલ ચોક્સીએ કરી હતી

Share this story
  • માણસ ચારેતરફ સંકટોથી ઘેરાયેલો હોય અને કોઈ સોનાના સૂરજની વાત કરે તો કઈ રીતે માની શકાય? પરંતુ સી.આર. પા‌ટિલની ભાગ્યરેખાને ઓળખી ગયેલા મનહરલાલ ચોક્સીએ દાવા સાથે કરેલું ભવિષ્યકથન સતત સાચુ પડતું આવ્યું છે
  • સી.આર. પાટીલના કટોકટીભર્યા ભૂતકાળને જાણનારાઓની નજર સામે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક જીવને કરવટ બદલી હતી અને કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા
  • એ પૂર્વે જીઆઈડીસી અને રાજ્ય સરકારની માલિકીની કૅમિકલ કંપની આલકલીઝના ચેરમેન પણ હતા અને ત્યાર બાદ ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા
  • પક્ષ અને નેતાગીરીને વળગી રહેવાના ગુણને કારણે જ સી.આર. પાટીલ ચાર ચાર વખત સાંસદ બનવા ઉપરાંત કેન્દ્ર સરકારના મંત્રી પણ બની ગયા, પરંતુ મનહરલાલ ચોક્સીએ કરેલુ ફળકથન અહિંયા પુરૂં થતુ નથી
નવસારી સુરતના ચોથી વખતના સાંસદ અને હવે કેન્દ્રીય જળમંત્રાલયના કૅબિનેટ મંત્રી સી.આર.પા‌ટિલના પૉલિટિકલ પ્રોગ્રેસ માટે ફરી વખત સુરતના  મનહરલાલ ચોકસીને યાદ કરવા પડે. જ્યારે સી.આર. પા‌ટિલ ચારે તરફથી સમસ્યાઓથી ઘેરાયેલા હતા ત્યારે મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે કરેલું ભવિષ્યકથન સાંભળનાર વ્યક્તિ મનહરલાલ ચોકસીને પાગલ માણસમાં ખપાવી દે, પરંતુ મનહરલાલ ચોકસી પાગલ નહોતા. નખ‌િશખ સજ્જન અને બેંકિંગના વ્યવસાય સાથે સંકળાયેલા મનહરલાલ ચોકસીનું નામ સમગ્ર સુરત શહેરમાં આદરપૂર્વક લેવાતું હતું.
મનહરલાલ ચોકસી સુરતના હાલના  ખૂબ જ જાણીતા અને સંવેદનશીલ કવિ ડૉ.મુકુલ ચોકસીના પિતા હતા. ડૉ.મુકુલ ચોકસી પણ પિતાના નકશે કદમ ચાલ્યા છે. સારા ડોકટર છે. સારા વક્તા છે પરંતુ સારા જ્યોતિષી નથી. ડો. મુકુલ ચોકસીના પિતા સ્વ. મનહરલાલ ચોકસી વ્યાવસાયિક જ્યોતિષી નહોતા પરંતુ જ્યોતિષ અંગે ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવતા અને એટલે જ લોકો મુશ્કેલીના સમયમાં મનહરલાલ ચોકસીનું માર્ગદર્શન મેળવવા જતા હતા.
ખેર, સી.આર. પા‌ટિલના જીવનમાં ઘણા વિકટ સમય આવ્યા. ઘણી ઉથલપાથલ પણ થઈ સી.આર. પા‌ટિલનું જીવન મધદરિયે વાવાઝોડામાં ફસાયેલા જહાંજ જેવું થઈ ગયું હતું. એ વખત સ્વ.મનહરલાલ ચોકસીએ સી.આર.પા‌ટિલ માટે ભાખેલું ભવિષ્ય ક્રમશઃ અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. કદાચ એ સમયે મનહરલાલ ચોકસીના શબ્દો સાંભળનાર અને ખુદ સી.આર.પા‌ટિલે આખી વાતને ગંભીરતાથી લીધી નહીં હોય.
સી.આર.પા‌ટિલના હાથની રેખાઓ અને કુંડળીનો અભ્યાસ કર્યા પછી મનહરલાલ ચોકસીના શબ્દો હતા; આ માણસ એટલે કે સી.આર.પા‌ટિલ દેશના ટોચના રાજકીય નેતા બનશે. સી.આર.પા‌ટિલની ભાગ્યરેખા એટલી બળવાન છે કે દેશના રાજકારણમાં અને સરકારમાં સર્વોચ્ચ સત્તા સુધી પહોંચતા કોઈ જ રોકી નહીં શકે!
કદાચ એ સમયે મનહરલાલ ચોકસીએ ભાખેલું ફળકથનને સમસ્યાઓથી ઘેરાયેલી સી.આર.પા‌ટિલ સહિત બધાએ હળવાશથી લીધુ હશે પરંતુ આજે હવે જ્યારે સી.આર.પા‌ટિલનો કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં કેબિનેટમંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે અને દેશના રાજકીય તખ્તે સી.આર. પા‌ટિલનુ નામ અંકીત થઇ ચૂક્યું છે ત્યારે મનહરલાલ ચોકસીનુ ફળકથન એ સમયે અને આજે પણ યથાર્થ ઠરી રહ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી અંગેના નિવેદન બાદ સીઆર પાટીલે માફી માંગીસી.આર. પા‌ટિલને નજીકથી ઓળખનારાઓને ખ્યાલ હશે કે વીતેલાે લાંબો સમય સી.આર.પા‌ટિલ માટે સતત સંઘર્ષમય રહ્યો હતો. તેમણે પોતે અને પરિવારના સભ્યોએ પણ સંઘર્ષના દિવસોનો સામનો કરવો પડ્યો હતો અને કઠણાઈના દિવસોમાં ખુદ પોતાનો પડછાયો પણ સાથ છોડી દે એવા દિવસો પણ સી.આર.પા‌ટિલે જોયા હતા. પરંતુ તેમનું જમા પાસું એ હતું કે તેઓ ક્યારેય પણ સમસ્યાથી દૂર ભાગ્યા નહોતા કે લોકોથી મોઢું છુપાવવાની કોશિશ કરી નહોતી. નજીકના મિત્રો અને રાજકીય સાથીઓ દૂર જતા રહ્યા હતા પરંતુ આવી વિકટ સ્થિતિમાં પણ સી.આર.પા‌ટિલ મુશ્કેલીઓનો સામનો કરવા સાથે પક્ષને વળગી રહ્યા હતા અને આખરે એક દિવસ મુશ્કેલીનાં વાદળો વિખેરાવા માંડ્યા અને સી.આર.પા‌ટિલના જીવનમાં નવા સૂર્યોદયની શરૂઆત થઈ હતી.
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સરકાર વખતે સી.આર. પા‌ટિલ પક્ષની મુખ્યધારામાં આવી ગયા હતા અે સમયે નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપમાં મહામંત્રી જેવું મહત્ત્વનું નિર્ણાયક પદ ધરાવતા હતા અને આ તરફ સી.આર.પા‌ટિલને જીઆઇડીસી અને વડોદરા સ્થિત રાજ્ય સરકારની આલ્કલીઝ કંપનીમાં ચેરમેન બનાવ્યા હતા.
નવાઇની વાત તો એ છે કે સી.આર. પા‌ટિલ સ્થાનિક કોર્પોરેટર કે ધારાસભ્યની ચૂંટણી લડ્યા વગર સીધા જ સાંસદ બનીને લોકસભામાં પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ વખતે ગુજરાત ભાજપમાં જૂથબંધી ચાલતી હતી. એવા સમયે સી.આર.પા‌ટિલે નરેન્દ્ર મોદીનો હાથ પકડવાનો કરેલો નિર્ણય ચમત્કારી પુરવાર થયો હતો અને આ ઘટના સાથે મનહરલાલ ચોકસીના એક-એક શબ્દો સાકાર થઈ રહ્યા હતા.
રાજકીય તખ્તે ઊભરી આવવું અને ભુંસાઇ જવું આ એક સામાન્ય પ્રક્રિયા છે. લોકો અનેક રાજકીય આગેવાનોનાં નામ ભૂલી ગયા હશે. ઘણાને ચહેરા પણ યાદ નહી હોય, પરંતુ પોતીકા પક્ષના લોકોની નારાજગી વચ્ચે પણ સતત ટોચની હરોળમાં નામ અને સ્થાન જાળવી રાખવા માટે પુરૂષાર્થ સાથે પ્રારબ્ધ પણ હોવું જરૂરી છે. સી.આર. પા‌ટિલના કેસમાં ચોક્કસ એવું કહી શકાય કે પ્રારબ્ધ હાંસલ કરવા માટે તેમણે જબરજસ્ત પુરૂષાર્થ પણ કર્યાે હતો.
નરેન્દ્ર મોદી સાથેની વફાદારી સી.આર. પા‌ટિલને વધુ ફળી હતી અને સતત ચાર-ચાર વખત સાંસદ બનવા ઉપરાંત ગુજરાતના પ્રદેશપ્રમુખપદ જેવી મહત્ત્વની જવાબદારી આપવા ઉપરાંત નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં સી.આર. પા‌ટિલને સીધા જ કૅબિનેટ મંત્રી તરીકેની પસંદગી કરીને કેન્દ્ર સરકારમાં નિર્ણાયક મંત્રી મંડળમાં સામેલ કરી દીધા હતા. અલબત્ત આ બધું સાવ સામાન્ય અને સહજ નથી. નસીબમાં લખાયેલું હોય અને પામવા માટે પુરૂષાર્થ કરવામાં આવે તો જ શક્ય બની શકે. સી.આર.પા‌ટિલના નસીબમાં લખાયેલી વાતને મનહરલાલ ચોકસીએ સારી રીતે વાંચી લીધી હતી.
સી.આર.પા‌ટિલ ફરતેનું દાયકા પૂર્વેનું અને આજનું ચિત્ર જોયા પછી એટલું ચોક્કસ કહી શકાય કે, સી.આર.પા‌ટિલ પાસે પ્રારબ્ધ અને પુરૂષાર્થ બન્‍ને છે. બની શકે કે આવનારા સમયમાં કેન્દ્રીય રાજકારણ અને સરકારના નિર્ણાયકોની આગલી હરોળમાં બેઠા હશે.