ભુલથી પણ ન કરો આ ભૂલોભારતમાં કોરોના વાયરસનાકેસો ફરીથી વધી રહ્યા છે. દેશમાં હાલમાં Covid-19 ના એક્ટિવ કેસોની સંખ્યા 2,710 સુધી પહોંચી ગઈ છે, જેમાં કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે.
આરોગ્ય મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર કેરળમાં 1,147 એક્ટિવ કેસ છે. ત્યારપછી મહારાષ્ટ્રમાં 424, દિલ્હીમાં 294, ગુજરાતમાં 223, કર્ણાટક અને તમિલનાડુમાં 148-148, તેમજ પશ્ચિમ બંગાળમાં 116 કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોના વાયરસથી પ્રથમ મૃત્યુ થયું છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં સાત નવા મૃત્યુ નોંધાયા છે, જેના કારણે કુલ મૃત્યુઆંક 22 થયો છે. તેમાં મહારાષ્ટ્રમાં બે, જ્યારે દિલ્હી, ગુજરાત, કર્ણાટક, પંજાબ અને તમિલનાડુમાં એક-એક મૃત્યુ થયું છે.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર ઓમિક્રોનના બે નવા સબ-વેરિઅન્ટ LF.7 અને NB.1.8 ના કારણે દેશમાં કેસોની સંખ્યા વધી રહી છે. જોકે JN.1 હજુ પણ દેશમાં મુખ્ય સ્ટ્રેન તરીકે રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી સુધી LF.7 અથવા NB.1.8 ને ‘Variants of Concern’ કે ‘Variants of Interest’ તરીકે ઘોષિત કર્યું નથી.
હાલમાં મોટાભાગના કેસો હળવા પ્રકારના છે, તેમ છતાં આરોગ્ય અધિકારીઓએ લોકોની સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને ભીડભાડ ટાળવાની સલાહ આપી છે. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને જરૂર જણાય ત્યાં પગલાં લેવામાં આવી રહ્યા છે.