Sunday, Sep 14, 2025

G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયીમાં ૩ લોકોના મોત

2 Min Read

બનાસકાંઠાના પાલનપુરમાં RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં પાલનપુરના બે યુવકના સ્લેબ નીચે દટાઈ જતા મૃત્યુ થયા હતા. મોડી રાત્રે સુધી તંત્રએ કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી  અને વહેલી સવારે NHAIના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ અધિકારીઓ સ્લેબ ધરાશાઈ થવાના મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ બ્રિજ બનાવી રહી હતી અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કંપની સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં IOC નકલી બિલ રજૂ કરવા મુદ્દે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ નોંધાઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરી હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બ્લેકલિસ્ટ હોવા છતા G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્રિજનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો?

બનાસકાંઠાના પાલનપુરમાં થયેલ બ્રિજ દુર્ઘટના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે આ બહુ દુઃખદ ઘટના બની છે. વધુમાં કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. તેવો દાવો કર્યો હતો સાથે જ જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે તેમ પણ કહ્યું હતું તથા કામગીરી નબળી હોય તેવુ દેખાયુ છે તેમ પણ સ્વીકાર્યું છે.

આ પણ વાંચો :-

 

Share This Article